________________ પ્રશંસા-પરીક્ષા. શીલત્રત પાળવા લાગી; વૈરાગ્યનાં શાસ્ત્રો વાંચવા લાગી; અને જાણે ચારિત્ર લેવાને ઇચ્છાતુર હોય તેમ તે શાસ્ત્રોની પૂર્ણ રીતે તૂલન કરવા લાગી. . એ વખતે મહાવિસ્તારવંત એવા લક્ષવિમાનવાળા સિધર્મ દેવકને વિષે અનેક સામાનિક લેપાળને સુધમાં નામે સ્વામી દેવતાઓને ઈદ્ર હતું. તેણે એકદા સભાને વિષે સિંહાસન પરથી આ સુલસાની અતિહષ સહિત પ્રશંસા કરી કે-ભરતક્ષેત્રની ભૂમિને વિષે હાલ સુલસી શ્રાવિકા જેવી અન્ય કેઈ સ્ત્રી શ્રાવિકાના ગુણનું અનુપાળન કરનારી નથી. ચિંતામણિની રેખા કે ઈ સ્થળે અથવા કોઈ સમયે શેષ મણિઓ પ્રાપ્ત કરી શકતા નથી. કે મનુષ્ય, બેચર, દેવ કે દાનવ એને ધર્મથી ચલિત કરવાને શક્તિમાન નથી. તો અન્ય દીન જન તો શું કરી શકે ? એ સાંભળીને સભામાં બેઠેલો એક દેવ અતિરે ભરાઈ કહેવા લાગે–અહે ! ઇંદ્ર પણ બંદિજનની પેઠે એક માત્ર સ્ત્રીની કેવી પ્રશંસા કરે છે? નિશ્ચયે આ તો અનીતિ થાય છે. એ સ્ત્રીને ચળાવવાને કેઈનામાં શકિત નથી ?' એમ તે કહે છે તે આપણને હલકાં પાડનારા વચને કહે છે, અથવા તેમને કેણ નિષેધ કરનારે છે–એવી હેટાઈના બળને લીધે એ એમ બેલે છે. કારણકે એવું સ્વામિત્વ સર્વ કેઈને બહુ રૂચે છે-કે જેને વિષે પિતાને કેની સંગતિ છે એ કહેવું પડતું નથી; પિતાના મનમાં આવે તેમ વર્તાય છે; અને અપયશને જરા પણ ભય નથી. માટે હું હમણુંજ જઈને તેનું સાહસ ભેદી નાંખીને એ સુંલસાને ચળાવી આવું છું. વાયુ જેસબંધ વાય છે ત્યારે વૃક્ષના મૂળ સુદ્ધાં હલી જાય છે તે આકડાનું રૂ તો શાનું જ નિશ્ચળ રહે ? એવો નિશ્ચય કરીને સાધુનો વેષ લઈ તે દેવતા સુલસા ઘેર જઈ ત્રણવાર નિસ્ટિહિ કહી ઉભો રહ્યો; કારણકે ધૂર્તપુરૂષેનું છળ આવુંજ શાન્ત અને ભપકાવાળું હોય છે. સાધુને જોઈને ધમ ઉપર મજીઠના રાગ (રંગ) કરતાં પણ અધિક રાગવાળી સુલસા પ્રફુલ્લિત વદને હર્ષાશ્રુ વર્ષાવતી આનન્દના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust