________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. લાગી. ચોતરફ લીલા વાંસ બાંધી લઈને, તેમની વચ્ચે અત્યંત ગેળ, ધવળ તથા સુંદર વેદીના કળશની ચાર હાર ( ચેરી ) ગોઠવવામાં આવી. ( અહિં કળશની હારને આશ્રય લઈને વાંસ રહ્યા, તે ઉપર કવિ ઉઠેક્ષા કરે છે કે) વૃત [ સ્થિર ] અને અવદાત [ પવિત્ર, નિષ્કલંક ] એવી વસ્તુને કણ આશ્રય લે ? વળી ત્યાં સ્ત્રીઓ પણ આ અવસરે અત્યંત હર્ષમાં આવી જઈને પરસ્પર ઉત્સાહ વધારતી પિોતપોતાના કાર્યને વિષે અતિ ત્વર કરતી કહેવા લાગી હે કપૂરિ, તું અહિં કપૂર લાવ; હે ચંદનિ, તું ચંદન ઘસી કાઢ; હે ચટા, તું મુકોને અહિં આગળ લાવ; હે પુષ્પદંતિ, તું પુપની માળાઓ લઈ આવ; અલી સ્થીતિ, જા, અપૂર્વ દવ-દધિના પિંડ સદશ ચંદન-તથા અક્ષત એવા ચેખાને, વરને અઘ આપવાને માટે એક સુંદર અમૂલ્ય થાળને વિષે તૈયાર કરીને મૂક; અલી દશે, તું પણ જલદી ઉત્તમ કેસર અને કુકુંમ પુષ્કળ તૈયાર કર, કે જેથી સ્ત્રીઓના સીમંત દેશ (સેંથા) પાસે રમ્ય સ્તબક રચાય; બહેન ચતુરા, જા તું પણ દ્વારઆગળ જાતિવંત મુક્તાફળોને એક મનહર સાથિઓ રચી કાઢ; સખિ ગામટે, તે વેદિમધ્યે ગેમયને ગેમુખ બનાવીને તૈયાર રાખે છે કે ? અલી આચારવિ, તે વરને બેસવાની મંચિકા, અને ચરણને વિષ ધારણ કરવાની પાદુકા અહિં આણી રાખી કે ? તમે કેમળ કંડને ધારણ કરનારી બહેને, ચાલે ધવળમંગળ ગાઓ અને તમારી એ કળાને સફળ કરે; અલી વસ્તિનિ જા કસ્તુરી ઉતાર, કારણ કે હેનના ( કન્યાના ) ઉજ્વળ કપાળસ્થળપર, અશેષ વિશ્વજનના નેત્રને આકર્ષવાને યંત્ર સમાન એવી પત્રવલ્લી ( પીળ ) કાઢવી છે. અલી ચંદ્રિ, તું કેમ આમ દીનની જેમ બેડી છે? અલી પદ્મા, હજુ તું કેમ નિદ્રામાં છો ? અલી કપિલવાદિનિ ચપલા, તું આજ તારૂં વિસ્તારવાળું ભાષણ પડતું મૂક; અલી ગારવણ ગરી, તું નિરાંતે પુનઃ પુનઃ શરીરને જળવડે પ્રક્ષાલન કર્યા કરે છે તે તેમાં તને એટલીબધી વાર લાગી છે કે લગ્નને અવસર થઈ ગયે તેની પણ તને ખબર પડતી નથી. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust