________________ 58 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. મારી બહેન સુસેનાની પુત્રી જે અકથ્ય રૂપગુણને ભંડાર છે તેને એને વેરે આપું; કારણ કે અનુરૂપ સ્વરૂપવાન જેડાનો વિવાહ જવાથી નિઃશંસય મારી કીતિ ગવાશે. એમ વિચારીને તેણે નિરંતર શાસ્ત્રના પરિચયવાળા જ્યોતિષીને વિવાહલગ્ન પૂછયું તે તેણે નિમેષમાત્ર વિચાર કરીને રાજાને કહ્યું –રાજન, આ વખતે ઉત્તમ વૃષ લગ્ન છે કેમકે એમાં મુખ્ય સ્થાને બૃહસ્પતિ છે, બીજા સ્થાનમાં ચંદ્રમા છે અને શનિ તથા રાહુ ત્રીજે છે. ચેથા સ્થાનને વિષે શુક છે; મંગળ છઠું સ્થાને છે અને બુધ દશમે સ્થાને છે. વળી સૂર્ય એકાદશ સ્થાને છે. માટે એ સર્વ હર્ષ–સંપત્તિ-આરોગ્ય અને પુત્રવૃદ્ધિના કારણભૂત છે. એ સાંભળીને મહીપતિએ એ કુલગુરૂનું વસ્ત્રાદિથી સન્માન કરી તેને વિસર્જન કર્યો; કારણ કે વિદ્યા-એ સવકેઈને પૂજ્ય છે. પછી નરપતિશ્રેણિકના આદેશથી તેના પ્રધાને વિવાહની સકળ સામગ્રી કરાવવામાં પડ્યા -ગૃહોને લીપાવીને ચુનાથી ધળાવ્યાં ને તેમના દ્વારે લીલા તેણે અને નાના પ્રકારના ઉલ્લેચ બંધાવ્યા, ત્રિલેકને આશ્ચર્યકારી એવા ચિત્ર કલાવાન કારીગરે પાસે ચિત્રાવ્યાં અને અનેક ઉત્તમ વ, તથા નાગવઠ્ઠી સપારી આદિ વસ્તુઓ ખરીદી. સેની લેકે ઉત્તમ મણિબદ્ધ સુવર્ણનાં આભૂષણ ઘડવા લાગ્યા; માળીલોકે સુગંધી પુષ્પોની માળા ગુંથવા લાગ્યા અને નગરવાસિને પણ ઉત્તમ વસ્ત્રાભરણ સજવા લાગ્યા. વળી તેમને આમંત્રણ કરીને મંડપને વિષે ઉત્તમ આસન પર બેસારીને મોટા થાળે તેમને પીરસવામાં આવ્યા. તેમાં અડ, ખજુર, નાળિએર, આમ્રફળ, રાયણ, . દાડિમ, જબીર, રંભાફળ, નાગરંગ વગેરે ફળ; વાલુક, કુષ્માંડ, કપિસ્થ, સૂંઠ, હરડે આદિના બનાવેલા પ્રલેહ; અનેક શાક, વડાં, નવાં આમ્રફળ તથા પરિપકવ આંબલીની બનાવેલી ચટણીઓ; સુગંધી શાળને બનાવેલું વ્રતથી તૃપ્ત કરેલ અને સુવર્ણના જેવા વર્ણન બિરંજ, અત્યંત સુવાસિત મોદક તથા ખાંડના ખાજા, અને દુઃખ દૂર કરી સુખને આપનારી સુખડી; કપૂરની વાસવાળા ધૃતથી પૂર્ણ એવા ઉત્તમ પુડલા; ગરમ દુધની ક્ષીર અને સાથે P. Ac. Gunrathasuri M.S.