________________ 44 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. શરણ છે. આમ છે માટે બીજી સ્ત્રીઓ સુદ્ધાં પિતાને ઘેર રહે નહીં, તે રાજાની સ્ત્રી તે શા માટે ત્યાં રહે? શતમૂલ્ય મણિની રક્ષા કરવી જોઈએ તે લક્ષમૂલ્ય મણિની કરવી પડે એમાં તે કહેવું જ શું? માટે મારા માતામહના ઘર થકી હવે આપણે મારા પિતાને ઘેર જવું જોઈએ. એ વાતની નન્દાએ હા કહી એટલે અભયે શ્રેષ્ઠી પાસે જઈ લલાટનેવિષે અંજલિ રાખી નમન કરી વિજ્ઞાપના કરી ( કારણકે વિનય તો કુલપરંપરાગત હોય છે )-મારા પિતા તે રાજા છે માટે અમને હવે એમને ત્યાં મેકલે; કારણકે વલ્લભ એ દેહિતા પણ મેસાળમાં રહેતું નથી. મોસાળ રહેનારાઓના પિતાનું નામ પણ જાય છે, તે એમ પિતાના નામને નાશ કરનારા હલકા જનેનું જીવિત જ શા કામનું છે? કારણકે . उत्तमाः स्वगुणैः ख्याता मध्यमाश्च पितुर्गुणैः / अधमा मातुलैः ख्याताः श्वशुरै वाधमाधमाः // quo ततोऽधमतरा ज्ञेया ये ख्याता भगिनीभुजा / 'जामात्रा ये पुनःख्याता स्तन्नामापि न गृह्यते // ભદ્રશ્રેષ્ઠીને તે આવાં કર્ણભેદી વચને શ્રવણ કરીને બહુ દુખ થયું; કારણકે પ્રિયબધુને વિયેગ નેહીજન સહન કરી શકતા નથી. એમણે બેઉને મોકલવાની મહાપ્રયાસે હા કહી; કારણકે એલા દુધને છોડી દેતાં દુઃખ થાય છે તો સાથે વળી સાકરને કેમ ત્યજાય ? ' પછી એમને મોકલવાને અર્થે ભદ્રષ્ટીએ બહુ ઉત્તમ પ્રકારની સામગ્રી તૈયાર કરવા માંડી; કારણકે કંઈપણે ( દ્રવ્યાભરણવસ્ત્રાદિ) લીધા વિના જનારી પુત્રી સાસરામાં આદરભાવ પામતી નથી. માતાએ પણ પુત્રીને શિખામણ દીધી કે–હે પુત્રી, સાસરે જઈને તું સાસુની ભક્તિ કરજે, કારણ કે ત્યાં એજ માતા તુલ્ય છે; સપત્નીની સાથે હેનની જેમ વર્તજે, કારણકે કલહ થવાથી આ ભવને તેમજ આવતા ભવને પણ નાશ થાય છે. વળી તારા પતિની તું દેવતુલ્ય સેવા કરજે; કારણકે નીતિશાસ્ત્રમાં કહ્યું છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus