________________ રાજ્યાભિષેક. રાજાએ એના અભિષેકને અથે સામગ્રી તૈયાર કરાવવા માંડી; એક સૂરિ પોતાના શિષ્યને સૂરિપદ આપતી વખતે કરાવે તેમ. સુવર્ણ સમાન કાન્તિવાળા શ્રેણિકને સુવર્ણના સિંહાસન ઉપર બેસાડ્યો–તે વખતે એ અન્ય મેરૂ પર્વત હાયની એ શોભવા લાગે. પૂર્વ દિશાને વિષે રાજા પિતે અને અન્ય ત્રણે દિશાઓમાં સામન્ત હસ્તને વિષે સુવર્ણના જળકુંભે લઈને ઉભા રહ્યા તે વખતે એઓ ગજદંતની ર જેવા શોભવા લાગ્યા. મેઘ જેમ ગિરિના શિખર પર અભિષેક કરે તેમ એમણે કુમારને અભિષેક કર્યો, અને રાજાએ રૂપાના કળામાં ચન્દન મંગાવી એના ભાલપ્રદેશપર પિતાને હાથે તિલક વિસ્તાર્યું–કર્યું–તે જાણે “તું પણ આમ નિરન્તર વિસ્તાર પામ” એમ સૂચવન કરવાનું હોયની! પછી, શિષ્યને શિક્ષાપાઠ આપીને ગુરૂ નમે તેમ રાજાએ પુત્રને નમન કર્યું; કારણકે સપુરૂષે ઉત્તમ પ્રકારે વર્ણવેલા ન્યાયને દીપાવવામાં સદા તત્પર રહે છે. પછી સામન્ત આદિ અન્ય જનેએ પણ એને સાધુની જેમ નમન કર્યું; કારણકે મહંત પુરૂષોએ પાડેલે માર્ગ અન્ય જનને દુષ્કર રહેતા નથી ( સરલ થઈ જાય છે ). કુળની વડીલ સ્ત્રીઓએ પણ, નિર્બળ શત્રુઓ પર બાણને વર્ષાદ વરસાવવામાં આવે છે તેમ, એના મસ્તક પર દહીં, દુર્વા અને અક્ષતની વૃષ્ટિ કરી. પછી કૃતકૃત્ય એ પ્રસેનજિત રાજા સૂરિની જેમ, નવા રાજાને, રાજાને ભેચ્ય એવી શિક્ષા આપવા લાગ્યો –હે મહા સામન્તના અધિપતિ, ચિરકાળ પર્યત રાજ્ય કરવાની ઈચ્છાવાળા તારા જેવા રાજપુત્રે પદાતિ સિન્યને પોતાના સમાન ગણવું; કારણકે એના વિના, મહા કાર્ય સાધવું હોય તે સધાતું નથી. અને વાડ વિના વૃક્ષની રક્ષા થતી નથી તેમ એના વિના શરીરની રક્ષા પણ થતી નથી. વળી સર્વ મંત્રી પ્રમુખ અધિકારીઓને એવી રીતે રાખવા કે જેથી એઓ કદાપિ પણ. ઉદાસીન થઈને કાર્યની ઉપેક્ષા કરે નહિં. હે પૃથ્વીપતિ, આમ 1 પાળા-પગે ચાલતું સૈન્ય. ર ચાર દિશાઓમાં ચાર ગજદત પર્વત આવેલા છે તે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust