________________ આપે તેવું મળે-વાવે તેવું લણે. 259 સ્વસ્થાનકે ગયે. ભગવાન્ વીરજિનેશ્વર પણ ભજનને પ્રતિબોધ પમાડવા અન્યત્ર વિહાર કરી ગયાઃ અથવા તો સૂર્યને સર્વ જગતપર પ્રકાશ કરવાને છે. હવે કેટલેક કાળે પેલા કાળશારિકને મૃત્યુ પાસે આવ્યું, કારણ કે પ્રાણી માત્રની એ જ પ્રકૃતિ છે. હંમેશાં પાંચસો પાંચસે પાડાને વધ કરવાથી એણે જે પાપ બાંધ્યું હતું તે હવે આવીને ઉભું રહ્યું. એના પ્રભાવથી એના શરીરમાં મહાન વ્યાધિઓ ઉત્પન્ન થયા એની એને વ્યથા થવા લાગી. અથવા તે જેવું આપ્યું હોય તેવું જ મળે છે. તે માતા, હે પિતા, હે આજ્ઞાંકિત સુલસ, હું વગર રક્ષાએ મૃત્યુ પામું છું-એમ એ વારંવાર આકંદ કરવા લાગ્યા; અને એની પાસે બેઠેલા બીજાઓ પણ એના દુઃખે દુઃખી હોઈને આંસુ લાવીને રૂદન કરવા લાગ્યા. એને પુત્ર સુલસ તો પોતાના પિતાને સુખ વતાય એટલા માટે વેણુ-વીણા-મૃદંગ આદિ વાત્રેવડે, અને અત્યન્ત સુંદર અને લાવણ્યવતી વેશ્યા સ્ત્રીઓના ગાયનવડે, સંગીત કરાવવા લાગે. વળી કપુર, કસ્તુરી મિશ્રિત ચંદનના રસવડે પિતાના શરીર પર વિલેપન કરવા લાગ્યો અને એની નાસિકાં આગળ ઉત્તમ ધપ બાળવા લાગ્ય; એને મધુર અને નાના પ્રકારના ભેજન જમાડવા લાગ્યો અને અત્યંત કમળ શવ્યાને વિષે સુવરાવવા લાગ્યો. પણ એવા એવા મનોજ્ઞ શબ્દાદિ સુદ્ધાં અનેક પાપના ભારવાળાને પ્રતિકૂળ લાગ્યા; પિત્તના વ્યાધિવાળાને સાકર લાગે તેમ. એને ન જાગવું હતું કે ન ઉંઘવું ગઠતું; ન બેસવું ગમતું કે ન ઉડવું ગમતું નહોતું એને જમવાનું ગમતું કે હેતું ભૂખ્યા રહેવું ગમતું. પિતાના પિતાની આવી આવી ચેષ્ટાઓ જોઈને પુત્ર સુલસને ભય લાગે; અથવા તો શ્રેણિબંધ ઉત્પાત જોઈને કર્યો માણસ ન ક્ષોભ પામે ? સુલસે જઈને સર્વ હકીકત અભયકુમારને નિવેદન કરી; અથવા તે નન્દાના નન્દન ( અભયકુમાર ) વિના અન્ય કેણુ ગુંચ કાઢી શકે ? ઉત્પત્તિકી આદિ બુદ્ધિઓએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust