________________ 224 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. કરતા નથી તેઓ એ કરતાં વધારે શોક કરવા લાયક છે; અને જેઓ ધમને ગ્રહણ કરીને એને અધવચ્ચે પડતો મૂકે છે એની અવસ્થા તે સૌથી વધારે શેક કરવા લાયક છે. મારે પણ આ છેલ્લા ગણવેલા જનવર્ગ જેવું થયું છે. માટે હું હવે એ શુદ્ધિને અથે દીક્ષા ગ્રહણ કરૂં; કારણ કે બુડેલે એવો ડાહ્યો માણસ કદિ વધારે બુડવાનું કરે ખરે?” એમ વિચારીને એણે પ્રભાત થયો એટલે શ્રીમતીને કહ્યું-હવે દીક્ષા લઈશ, કારણ કે હવે તારે પુત્ર, વૃષભની પેઠે, કામકાજની ધુરાને વહન કરી શકે એ થયે છે. એ સાંભળીને બુદ્ધિવાન એવી શ્રીમતી સતીએ . પતિને જવા દીધા; કારણ કે પંડિતજને કોઈપણ કાર્યને વિષે એકાગ્રહી થતા નથી. પછી આદ્રકકુમારે અનન્તાનન્ત દુષ્કર્મોને મૂળમાંથી ઉખેડી નાંખવાને સમર્થ એવી ભાગવતી–દીક્ષા પુનઃ ગ્રહણ કરી. પુનઃ દીક્ષા ગ્રહણ કરીને એ મહાત્મા મુનિએ ત્રણ જગતના ગુરૂ એવા શ્રી મહાવીર ભગવંતના ચરણને વંદન કરવા તથા પિતાના ગુરૂ અભયકુમારનાં દર્શન કરવા રાજગૃહનગર ભણી વિહાર કર્યો કારણ કે કે વિદ્વાન પુરૂષ વિશિષ્ટ ગુણના લાભને અર્થે પ્રયત્ન નથી કરતા? ' હવે પેલા પાંચસે સામો જેઓ પૂર્વે આ આદ્રકકુમારના રક્ષકે હતા એઓ હમણું ચરવૃત્તિથી અરણ્યને વિષે રહેતા હતા, કારણ કે રાજસેવાથી વિમુક્ત એવા પાયદળને બીજો શો માર્ગ રહ્યો ? માર્ગને વિષે જતા આ આદ્રકમુનિને, કપિલમુનિને પાંચસે ચેરી મળ્યા હતા તેમ પોતાના આ પાંચસો સામન્ત મળ્યા. એમણે મુનિને ઓળખી કાઢયા અને હર્ષ સહિત વાંદ્યા; કારણ કે ચીરકાળે સ્વામીને જેવાથી કેને હર્ષ નથી થતો? મુનિએ પણ ધર્મલાભ પૂર્વક એમને કહ્યું–અરે ભાઈઓ, તમે ખાટકીની જેમ આ શી કુજીવિકા લઈ બેઠા છો ? પેલાઓએ કહ્યું--હે સ્વામી, તમે તે વખતે અમને છેતરીને કયાં જતા રહ્યા તેની અમને બીલકુલ ખબર પડી નહિં, અમે તે તમને બહુબહુ પ્રયાસવડે સર્વત્ર શોધ્યા, પરંતુ અમારા જેવા ભાગ્યહીનને આપ મત્સાજ નહિ, એટલે