________________ ર૪ અભયકુમાર મળીશ્વરનું જીવનચરિત્ર. શકે ? " એમ વિચાર કરી એણે પિતાના પાંચસો સુભટને આદેશ કર્યો કે તમારે આદ્રકકુમારને બંદોબસ્તમાં રાખવું અને સરદેશ તરફ જવા દે નડુિં.” રાજાને આ આદેશ થયે એટલે તે એઓ, કર્મપ્રકૃતિ જેમ સંસારી જીવની સાથે જ રહે છે તેમ, આદ્રકકુમારની સાથેને સાથે રહેવા લાગ્યા; એને એકલે મૂકતા જ નહિં. એટલે તે એ પિતાને જાણે બન્દિખાને નાખે હેય એમ સનતે, અભયકુમારના ચરણનું સ્મરણ કરતો છતો નીકળી જવાને આ ઉપાય કરવા લાગ્યું –એણે હમેશાં અશ્વોને ખેલાવવાના મેદાનમાં પિતાને અશ્વ ખેલાવ શરૂ કર્યો; કારણકે આળસ ખાઈ ગયેલા માણસોની કદાપિ સિદ્ધિ થતી નથી. પાંચએ અવાર-સુભટ એની પાસે ઉભા રહેતા અને એ ( આદ્રકકુમાર ) પિતાના અશ્વને ખેલાવતે ખેલાવતો દૂર જઈ અ૫સમયમાં પાછો આવતે. આ પ્રમાણે તેમને વિશ્વાસ પમાડી તે નિરન્તર વધારે વધારે દૂર જવા આવવા લાગે; અથવા તો ધર્મને વાતે કપટ ( કરવું એ) સુંદર છે. એ આમ કરવા લાગે એટલે સામન્તને વિશ્વાસ બેઠે; અથવા તે એમ કરવાથી આખી પૃથ્વીને પણ વિશ્વાસ બેસે એમાં કાંઈ આશ્ચર્ય નથી. પછી એણે પોતાના વિશ્વાસુ માણસેને પિતાને અભિપ્રાય જણુ; કારણકે આપણું ચિંતિત નહિં અગુઢ રાખવાથી તેમ વળી નહિં અતિગુઢ રાખવાથી સિદ્ધ થાય છે. એણે એમની પાસે સમુદ્રને વિષે એક પ્રવાહણ તૈયાર રખાવ્યું ને તેમાં, આત્માને વિષે જ્ઞાન પ્રમુખ ભરે તેમ, રત્ન ભર્યા. વળી પહેલેથી જ, જગમ પ્રાસાદ જ હોયની એવા એ વહાણને વિષે એણે શ્રી આદીશ્વરની પ્રતિમા પણ મૂકાવી. પછી પૂર્વની પેઠે અશ્વને ફેરવતા ફેરવતો એ બહુ દૂર જઈ અદશ્ય થઈ ગયા અને ક્ષણમાત્રમાં, ઉન્નત એવા ગુણસ્થાનને પ્રાપ્ત થયે હાયની તેમ, એ પ્રહણપર આરૂઢ થયે. આ પ્રમાણે એ આ ગુરૂસમાન નિકાવડે મિથ્યાત્વરૂપ સાગરને ઉલ્લંઘને, ભવ્ય પુરૂષ દર્શનને પ્રાપ્ત કરે તેમ, આદેશ પ્રત્યે પામ્યું. ત્યાં વાહનથકી ઉતરીને એણે સત્વર, એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust