________________ અભયકુમારની બુદ્ધિને ઉઠાવ. ઈન્દ્રજાળ કે સ્વમ! 19 જાણે " તને પણ થોડા વખત પછી એમજ થશે ? (હાથ બંધાશે) એમ સૂચવન કરતા હોયની ! એટલામાં તે કાંચનને દંડ ધારણ કરીને કે એક પુરૂષ ત્યાં આવ્યે અને ક્રોધથીજ જાણે હાયની એમ ભ્રકુટી ચઢાવીને બેલ્ય–અરે ! તમે આ એકદમ શું કરવા માંડયું ?" પેલાએ કહ્યું- હે પ્રતિહાર, અમે તે અમારા સ્વામીને લોકાલોકને વિષે તેને જે પ્રચુરતર ફળ પ્રાપ્ત થયું છે તે યથેચ્છપણે બતાવવામાં પડ્યા છીએ. " એ સાંભળીને પ્રતિહાર બોલે-ભલે તમે તમારું કૌશલ ( કુશળતા ) બતાવે પણ આમની પાસે દેવસ્થિતિનું વિધાન કરાવો. માનવજન પણ પિતાની ફરજનું ઉલ્લંઘન કરતા નથી તો તમે તે દેવતા છતાં પણ કેમ ભૂલે છે?” “એ સ્થિતિ કયા પ્રકારની છે” એમ પૂછવાપરથી એ પ્રતિહારે આક્ષેપસહિત કહ્યું તમે નિશ્ચયે ગર્ભશ્ચર જ છે કારણકે જે મૂળ કરવાનું છે તે પણ તમે વિમૃત થઈ ગયા છે. જે દેવતા આ વિમાનને વિષે ઉત્પન્ન થાય છે તેને પ્રથમજ, શ્વશરના ગૃહને વિષે પ્રવેશ કરતાં પહેલાં વરને કાદિ ઉત્તમ કાવ્યે પૂછવામાં આવે છે તેમ, તેનાં દુકૃત્ય અને સુકૃત્ય વિષે પુછવામાં આવે છે. " પિતાને સ્વામી પ્રાપ્ત થયા તેથી હર્ષ પામીને એઓ પણ બોલ્યા-આપે કહ્યું તે ખરૂં છે; એ સુપ્રસિદ્ધ છતાં પણ અમે આજ ભૂલી ગયા કારણકે હર્ષને લીધે કેણ ઉતાવળું થઈને ભૂલ નથી કરતું ? માટે, હે નીતિજ્ઞ પ્રતિહાર, આપજ એમને એ વિષે પૂછો. " એ સાંભળીને પ્રતિહારે જ પૂછવા માંડ્યું કે-હે દેવ, આપ આપના પૂર્વભવના પુણ્યકર્મ અને પાપકર્મ નિવેદન કરે. " આ સાંભળીને રોહિણેય “શું એ સત્ય છે કે હું સ્વર્ગને વિષે દેવતા ઉત્પન્ન થયે છું ? અથવા આ તે સવ અભયકુમારની બુદ્ધિને ઉઠાવ છે? " એમ વિતર્ક કરવા લાગે. અથવા તે આવું હોય ત્યારે તેને સંદેહ ન થાય? “આ વાતને નિશ્ચય કેવી રીતે કરે?” એમ કરતાં તો તે મનમાં બે-, યાદ આવ્યું, કાંટે કાઢતી વખતે મેં જે મહાવીર પ્રભુની સુરસ્વરૂપ પ્રતિપાદન કરનારી વાણી પરાણે સાંભળી હતી P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust