________________ - હવે પિતાના આદેશથી સદા લીલામાત્રવડે નીતિપૂર્વક રાજયલક્ષમીનું ચિંતવન કરતા ધીમંતશિરોમણિ નંદાપુત્રઅભયકુમારની સેવા કરવાને જ હેયની એમ શિશિરઋતુ બેડી. તે વખતે ઉત્તર દિશાના વાયુને પ્રાપ્ત કરીને શીત સર્વત વિસ્તાર પામવા લાગી. પણ એમાં લેશમાત્ર આશ્ચર્ય નહેતું કારણકે વિભુના ઘરના વાયુથી લોકને વિષે કેશ નથી વિજભ' પામતું? વળી અત્યંત જડતાવાળા એવા એ કાળને વિષે રાત્રી પણ વૃદ્ધિ પામવા લાગી; અથવા તો પરસ્પર મિત્રિાવ ધારણ કરનારા એવા એ બેમાંથી એક વૃદ્ધિ પામે એટલે અન્ય પણ વૃદ્ધિ પામે છે. તથા દિવશે જાણે “આપણે પતિ-સૂર્ય, સહસાકરવાળે છતાં પણ જડતાને લીધે શું નિસ્તેજ થઈ ગયે.” એમ જાને નિશ્ચય અત્યંત વિષાદને આધીન દઈને જ હોયની એમ કૃશ ( ટુંક) થવા લાગ્યા. છંછે તે એટલી કડકડતી પડવા લાગી કે સર્વત્ર તળાવડીએનાં જળ પણ ઠરી ગયાં; તે ભાજપને વિષે રહેલાં છૂતની તે વાત જ શી ? હિમના સમૂડેએ લારીના નિવાસભૂત એવા કમળપુને પણ કામાત્રમાં સંહાર કરી નાંખે; અથવા તે મનુષ્ય પણ જડની સાથે મળીને, એકલા ગુણેના જ નિવાસભૂત (ગુણશાળી) હેય એવાને પણ શું શું ઉપસર્ગ નથી કરતા? તે વખતે સૂર્યોદય સમયે વાતે શીતવાયુ પણ ધાન્યના સમૂહ-તૃણ અને વૃક્ષોની શાખાઓને બાળી નાંખવા લાગે અને પ્રાણીઓના અંગ પણ કંપાવવા લાગે; અહે ! દિવસ પામીને (ઉદય-ઉચ્ચ સ્થીતિ પ્રાપ્ત કરીને ) કેઈ વિરલ જ માનવજનને હિતકતો થાય છે. (પણ) ધનવાન લેકે તો ચંપકપ્રમુખના તેલના અભંગ કરી તથા કેસરદિના વિલેપન - કરીને સગડી પાસે બેસી સુખમાં કાળ નિર્ગમન કરવા લાગ્યા. અત્યંત શીતથી પીડાતા : (1) વિસ્તાર પામવે; (2) વગાસું ખાવું. 2. પત્ર, વાસણ,