________________ 125 ઉદ્યાનપાલકની વધામણી. છે, વાઘ અને બકરીને ઘેર રહેતું નથી, અને સંગ્રામ થકી કાયર પુરૂષ જ જેમ તેમ, મરકીને ઉપદ્રવ પલાયન કરી જાય છે; વળી જેમના આગમનથી દુભિક્ષ અને યુદ્ધકલહ પણ નાસીને ક્યાં જતા રહે છે તેની ખબર સુદ્ધાં પડતી નથી ( અથવા તો સહસ્ત્રકિરણવાળે સૂર્ય ઉદય પામ્ય છતે જડતા અને અંધકાર ક્યાં સુધી રહે ?); જેમના વીતરાગપણાને લોભાવવાને જ જાણે હાયની એમ પાંચે ઈન્દ્રિયાથે મનરંજક બની જાય છે; અને જેમના નામ શ્રવણથી પણ આપને પરમ આનન્દ ઉત્પન્ન થાય છે એવા, ત્રિશલા રાણીની કુક્ષીએ જમેલા, સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી મહાવીરસ્વામો આવીને ગુણશીલ ચેત્યે સમવસર્યો છે. હે પ્રભે, તેમના આવવાથી ઉદ્યાનને વિષે સર્વ હતુઓ જાણે એમનાં દર્શન કરવાને જ હેયની એમ સમકાળે પ્રાદુર્ભાવ પામી છે; જિઓ સર્વ હતુઓને વિષે શિરેમણિ એવી વસંતત્રતુ આવી હાયની એમ, મૃદુવાયુથી જાણે નૃત્ય કરતી એવી વિકાસ પામતા કદઅર વૃક્ષના પુષ્પોની રેણુને લીધે સૂર્યના કિરણને જાણે કેમળ કરી નાખતી એવી ચીમઋતુ પણ આવી પહોંચી જણાય છે. કરવતથી જ હાયની એમ કાંટાવાળા કેતકી પુષ્પોથી વિયોગી જનેનાં હૃદયને ભેદી નાખનારી વષોહતુ પણ વિકાસ પામવા માંડી છે. વળી તે સ્વામિન, નવીન અને શ્રેષ્ઠ એવાં વિકસ્વર કમળથી શરડતુ પણ જાણે ભગવાન વીરસ્વામીની પૂજા કરીને પિતાને કૃતકૃત્ય કરવા આવી છે. કામીજન તુલ્ય હેમન્તઋતુ પણ પિતાના કુન્દપુષ્પોની કળીએરૂપ નથી જાણે દિશારૂપી વધુઓના ઉલ્લંગ વૃક્ષ સ્થળ ઉપર સત નિખક્ષત–પ્રહાર કરવાની ઈચ્છા કરે છે. બે જૂદી જૂદી તુમાં ઉત્પન્ન થનારાં કુન્દ અને સિદ્વાર પુખે આ એક શિશિકતુમાં આવ્યાં જણાય છે; અથવા તો શિશિરને [ થંડી પ્રકૃતિવાળાઓને ] આખું જગત પિતાનું જ છે. ઉદ્યાનપાલકની એ વધામણી સાંભળીને, રાજા, વસન્તસમયે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust