________________ 17, નવી રાણીને ન દેહદ, નથી ? પછી નેહને લીધે રાજાએ પિતે ધારિણીની પાસે જઈને તેમનું કહેલું એને કહી સંભળાવ્યું કારણકે પ્રેમની ગતિજ આવી હોય છે. પછી પુષ્ટિના હેતુરૂપ અને અતિ તેલ વગેરે વસ્તુઓથી રહિત એવા આહારવડે, રાણી ગર્ભનું પોષણ કરવા લાગી; માંદો માણસ પશ્ચવડે દેહનું પોષણ કરે તેમ. - હવે સુખે કરીને ગર્ભનું પાલન કરતી રાણીને ત્રીજે માર્સ અશોકવૃક્ષની જેમ દેહદ ઉત્પન્ન થયે કે, વરસાદ વરસતે હાયતેની સાથે વીજળીની ગર્જના થઈ રહી હોય–નદીઓ ચાલી રહી હેય-ઝરા વહેતા હોય–પૃથ્વી પર લીલા અંકુરે પથરાઈ ગયા હિય-મયૂર નૃત્ય કરી રહ્યા હોય અને દેડકાએ ડ્રાંઉં ડ્રાંઉ શદ કરી રહ્યા હોય એવે વખતે ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કરી હું હાથણીની ઉપર બેસીને નગરમાં તથા બહાર વૈભારગિરિ સુધી ફરું, મારા પર છત્ર ધરવામાં આવે, ચામર વીંઝાય, સામંતાદિ પરિવાર સહિત રાજા પણ સાથે આવે અને બન્દીજને ગાયન ગાતા આગળ ચાલે–એમ વષોડતુની ઉત્તમ શેભાનું હું યથેચ્છ સન્માન કરૂં. પણ આ દેહદ તેને અકાળે ઉત્પન્ન થયે: પ્રાયઃ મનુષ્ય જે દૂર હોય અને જે દુર્લભ હેય તેનીજ વાંછા કરે છે. આ અકાલીન દેહદ નહિં પૂર્ણ થઈ શકે એ હોવાથી તે ઉષ્ણ તુની રાત્રીની શ્રેણિની જેમ દિવસે દિવસે ક્ષીણ થવા લાગી. તો પણ તેણે એ વાત કેઈને કહી નહિં, કારણકે મહેટા લેકએ પિતાનું દુષ્કર કાર્ય કોઈની આગળ કહેવું મહા મુશ્કેલ છે. પણ તેની અંગિત દાસીઓએ એ વાત રાજાને જણાવી, કારણકે સેવકવર્ગ નિત્ય પિતાના કુલાચારની રક્ષા કરે છે. રાજા તરતજ ધારણિની પાસે ગયે; કારણકે પ્રિયજન અસ્વસ્થ હોય ત્યારે કેણ ઉતાવળ નથી કરતું ? ત્યાં જઈને તેણે ચેલૂણાની જેટલાજ પ્રેમથી તેને પૂછયું; કારણકે મહાન્ પુરૂષોને એક વામા ( ઓછી ) ને બીજી દક્ષિણ ( વધતી ) એ કંઈ વિભાગ હેતું નથી. રાણીએ કહ્યું- હે સ્વામિનાથ, મને તક્ષક નાગના મસ્તકના ભૂષણરૂપ ચુડામણિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust