________________ તપસ્વી ગુરૂને ભક્તિમાન શિષ્ય! 95 પરાભવ કર્યો હતો તેથી મને વૈરાગ્ય ઉત્પન થયેલ છે. તેણે કેને આ વાત હતી તેવી કહી; કારણકે સત્ય વચન જ તપને અનુકુળ છે, પછી કર્ણ પરંપરાએ એ વાત રાજાને કાને પહોંચી; કારણકે નિયાયિક આદિ મને વિષે શબ્દ " વિચિતરંગ " નામના ન્યાયે ગમન કરે છે. સુમંગળ રાજા તો એ વાત સાંભળતાં જ મહા વિષાદ પામ્યા; અથવા તે મહાન પુરૂષે પિતાના અપરાધને શલ્યથકી પણ વધારે માને છે એ યુક્ત જ છે. પછી એણે તપસ્વી પાસે જઈ ભક્તિસહિત નમન કરી એની ક્ષમા માગી કે અજ્ઞાનભાવથી મેં આપને જે અપરાધ કર્યો છે તેની, પિતા પુત્રને આપે તેમ, આપે મને ક્ષમા આપવી. એ સાંભળીને શાંતચિત્તવાળા તપસ્વીએ કહ્યું- હે નરેંદ્ર, તારા જેવા ગુરૂની મારાથી ભક્તિ તો કાંઈ થાય એમ નથી–તો શું ક્ષમા પણ નહિં આપી શકાય? હું ક્ષમા કરૂં છું. કારણકે આ મારી તપસ્યાને તું હેતુરૂપ છે અને એ તપસ્યા સંસારસમુદ્રના સેતુરૂપ છે, અને દુઃખપરંપરારૂપી દાવાનળને શાન્ત કરવામાં તથા કલ્યાણરૂપી લત્તાને ઉત્પન્ન કરવામાં મેઘરૂપ છે. પછી " આવા પાત્રને આપેલું દાન મહા ફળદાયક થાય છે” એમ ધારીને રાજાએ એ તપસ્વીને પારણને વાતે નિમંત્રણ કર્યું; કારણકે બક્ષભક્તિ તે કૃપણ જનની હેય છે. હવે જે કે એ લોકેને રાજપિંડ ખપે નહિ, તે પણ પોતે બહુ પ્રસન્ન થયે હતું તેથી તેણે રાજાનું વચન માન્ય કર્યું; કારણકે તપસ્વિજને દાક્ષિણ્યગુણવાળા હેય છે. પછી રાજા તેને નમીને તથા તેની આશિષ ગ્રહણ કરીને સ્વસ્થાનકે ગયે. તપસ્વી પણ માસક્ષપણ પૂર્ણ થયે રાજાના મહેલના દ્વાર પાસે ગયે. કારણકે મુનિઓ સત્યપ્રતિજ્ઞાવાળા હોય છે. તે વખતે રાજાને મહા શિરેબાધા થયેલી હોવાથી કેઈને અંદર પ્રવેશ કરવા દેતા નહેતા; તેથી તપસ્વી ચિત્તને વિષે લેશમાત્ર પણ ઉદ્વિગ્ન થયા વિના હર્ષ સહિતજ પાછો વળે; કારણકે તપોધનેને ( તપસ્વીઓને ), તપશ્ચર્યા એજ વૃદ્ધિને અર્થે છે. જે પહેલેજ ગૃહે પારણું ન થાય તે પહેલાની ઉપરજ બીજું માસક્ષપણ કરવું " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust