________________ રાજકુમાર અને મંત્રીપુત્ર. લાંબા હતા; વક્ષસ્થળ કપાટસદશ હતું; પૃષ્ઠભાગ વિસ્તીર્ણ હતું અને મધ્યભાગ ( કટિભાગ) કૃશ હતે. એટલું જ નહિં પણ એની નાભિ ગંભીર હતી; ઉરૂ કદલીતંભ જેવા હતા; જાનુ લક્ષ્ય હતા; જઘા હસ્તીની સૂંઢ જેવી હતી; અને ચરણયુગ પુષ્ટ અને કુન્નત હતા. વધારે શું કહીએ? એનાં સર્વ અંગ સુંદર હતાં. આ જ નગરને વિષે એની જ વયન સેનક નામને મંત્રીપુત્ર હતો; તે, દૈભાગ્યનાપાત્ર અગ્નિશમની પેઠે, અશુભ લક્ષણોનો ભંડાર હતો. એનું મસ્તક ત્રિકોણાકાર હતું; એના કેશ અગ્નિસમાન પીળાવર્ણના હતા; નેત્ર મારનાં જેવાં અને કર્ણ મૂષકના જેવા હતા. એને ઓષ્ટ અને કંઠ લાંબા હતા; નાસિકા બેઠેલી હતી; અને દાંત ભુંડીની પેઠે મુખ થકી બહાર નીકળતા હતા. એના ખભા બેસી ગયેલા હતા; બાહુ બહુ ટુંકા હતા; વક્ષ:સ્થળ સાંકડું હતું, ઉદર ગણેશના જેવું (માટુ) હતું. ઉરૂ બહુ હસ્વ હતા; જાનુ સ્કુટપણે દેખાતા હતા; જઘા વક હતી અને ચરણ સૂપડા જેવા હતા. ત્રિક-ચતુષ્ક–રાજમાર્ગ દેવમંદિર કે વનમાં-જ્યાં જ્યાં તે જોવામાં આવતે ત્યાં ત્યાં, પિતાના રૂપને અભિમાની સુમંગળરાજપુત્ર એની હાંસી કરતે; એના મસ્તક ઉપર ત્રણ ટકેરા કરી એને હાથ મરડીને એને ધબ્બા મારતો; કારણકે તરૂણજનેને વિવેક કયાંથી હોય ? આવી કદર્શન પામવાથી સેનકને અત્યંત દુઃખ લાગતું; કારણકે ઝેરી શસ્ત્ર સહન થાય, પણ નિષ્કારણ વિડંબના સહન ન થાય. આમ અનેકવાર પરાભવ પામવાથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયે ! પણ એ આશ્ચર્યજનક હતું; કારણકે વિરાગ્યનું કારણ પ્રાપ્ત થયા છતાં પણ વૈરાગ્ય પામવો એ સુલભ નથી. તે વિચારવા લાગ્ય-નિશ્ચયે મેં પૂર્વભવને વિષે મુનિઓને અથવા સતી સ્ત્રીઓને ઉપહાસ કયો હશે; અન્યથા, પક્ષીઓને વિષે જેમ વાયસ તેમ હું જનસમુદાયને વિષે વિરૂપ અને દુર્ભગ ક્યાંથી થયે ? માટે મેં કોઈ એવા 1 દ્વાર જેવું (વિસ્તીર્ણ) 2 જણાય નહીં એવા. 3 કાચબા જેવાવચ્ચેથી ઉંચા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust