________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. સ્વામી એક બાણુવતી એક શત્રુને હણ શકે છે માટે હું તેનાથી અધિક કરી બતાવી તેને સંતોષ આપું " એમ માની તેણે તે બત્રીને એક સાથે હણ્યા. સુરંગ પહોળી નહતી તેથી તે | જવાનો માર્ગ કરવાને વાસ્ત] તેમના રથને તેમાંથી બહાર કાઢવા રહ્યો એટલામાં તે મગધનાથ શ્રેણિકરાજા બહુ દૂર પહોચી ગયે; કારણકે અતિ વેગવાળા અવેની સહાયથી જતાં શાની વાર લાગે ? ઈચ્છિત મને રથ સિદ્ધ થયેલ નહિં તોપણ વીરંગક હવે નિર્વિલએ પાછો વળે; કારણકે ભૂમિપર રહીને વામન પુરૂષ કદાપિ પોતાના હાથવડે તાળવૃક્ષના ફળને ગ્રહણ કરી શકે નહિં. તેણે આવીને ચેટકરાજાને નિવેદન કર્યું કે તેના સર્વ રથિને મેં હણ્યા છે; પરંતુ શત્રુ રાજકુમારીને બહુ દૂર લઈ ગયો માટે શું કરીએ ? હવે આપણે આકાશને વિષે પ્રહાર કરવા જેવું છે. રાજાને સમકાળે, પુત્રીના હરણથી વિષાદ અને શત્રવર્ગના સંહારથી હર્ષ થયો. - હવે સુષ્ઠાને તો અહિં, મહામુનિરાજે પણ જેની ઈચ્છા કરે છે એવી, વૈરાગ્યદશા પ્રાપ્ત થઈ. અહા એ સત્ય છે કે ભવ્ય પ્રાણીઓ એક નિમિત્તાત્રે કરીને સદ્ય પરમબોધ પ્રાપ્ત કરે છે. " આપણા જેવા વિષયાસક્ત પ્રાણીઓ, આદિ–મધ્ય–અથવા અવસાનને વિષે, સુરાપાન કરનારા અને ચળેલાઓની પેઠે બહુબહુ પ્રકારની વિડંબના પામે છે. જે વિષયભેગને વિષે કંઈ પણ લાભ હોય તે, તેને પરિત્યાગ કરવામાં તે તેનાથી સાઠહજાર ગણે લાભ છે.” આમ વિચાર કરીને તે સુયેષ્ઠા ગાઢ તપશ્ચર્યા કરવા લાગી. તે પ્રાણીઓને જ ધન્ય છે, તે પ્રાણુઓજ કૃતકૃત્ય છે, તેજ દેવતુલ્ય છે, તેઓજ નિર્મળ છે કે જેઓ બાલ્યાવસ્થાથીજ બ્રહ્મચર્યનું, દ્રવ્યની પિઠે પાલન કરે છે. પછી તેણે કમારાવસ્થાને વિષે જ રાજીમતીની પેઠે રાજ્યલક્ષમીને ત્યાગ કરી તરતજ દીક્ષા લેવાનો વિચાર કર્યો, કારણકે ધર્મની ગતિ ત્વરિત છે. પછી તેણીએ એ પિતાની ઈચ્છા પિતાને પ્રણatnકરીને નિવેદન કરી; કારણકેપળ વિજ્ઞાનશાળી જનોએ