________________ અભયકુમાર મંત્રીવરનું જીવનચરિત્ર. કરતા શ્રેણિકરાજાને જોઈને જ જાણે દિગપાળ દશ દિશાને વિષે જતા રહ્યા છે ! એ બત્રીશે જણને સાથે લઈને વીરરૂપ એવા એ ભૂપતિએ સુરંગને વિષે પ્રવેશ કર્યો, તે જાણે વ્યંતર દેવાધિપતિઓને પરાજય કરીને તેમને સ્થાને એમને | એ બત્રીશ સુલસાપુત્રને ] સ્થાપવાને અર્થેજ હાયની ! ક્ષણમાત્રમાં, સંકેત કરી રાખેલે સમયે, રાજગૃહનગરીને સ્વામી | શ્રેણિક ] સુરંગના મુખ પાસે પહોંચ્ય; જેવી રીતે ચૈત્રમાસની પૂર્ણિમાએ પદ્મદ્રહને વિષે સુવર્ણનું કમલ આવે છે તેવી રીતે. તેને જોઈને રચેટકરાજપુત્રી ચિત્રના અનુસારે સારી રીતે ઓળખી, ચકેરી ચંદ્રબિંબને જોઈને હર્ષ પામે તેમ, અત્યંત હર્ષ પામી કહેવા લાગી–પટને વિષે જેવું રૂપ મેં જોયું હતું તેથી આ રેખામાત્ર પણ ન્યૂન નથી કારણકે હવે એ, એક બિબના, દર્પણને વિષે પડેલા પ્રતિબિમ્બની પેઠે, પ્રત્યક્ષ દેખાય છે. હવે આ વખતે સુજ્યેષ્ઠાએ પિતાની સર્વ હકીકત યથાવત્ ચેલણને નિવેદન કરી; કારણકે પિતાની પરમસખીથકી જ્યારે રહસ્ય ગોપવવું ન જોઈએ, ત્યારે સહોદરા બહેન થકી તે શામાટે જ ગાવવું? એટલે ચલ્લણાએ તેને કહ્યું- એમ હેતે હું પણ તારી સાથે આવીશ; અહિં જેમ આટલા દિવસ સાથેજ નિર્ગમન કર્યા છે તેમ હવે પછી પણ થાઓ; કારણકે ભાખંડ પક્ષીના જોડલાં કદિપણ જુદાં પડતાં નથી, એ સાંભળી અને હર્ષથી રોમાંચિત થતી સુચેષ્ટા ચેલ્લણને કહેવા લાગી–તે આ વિચાર કર્યો તે તારી બહેન પરત્વે ( અર્થાત્ મારી પરત્વે ) બહુ સારા વિચાર કર્યો છે; ચિત્રા અને સ્વાતિને એક સાથે ઉદય થાય એ શું ઈચ્છવા યોગ્ય નથી ? પછી તે ( સુચેષ્ટા) ચેલ્લણને રથમાં બેસારીને પિતે પિતાનાં આભરણ લેવા ગઈ; કારણકે મહાન જેને ન્હાના બધુને સુખી કરીને પછી જ પિતાના કાર્યને આરંભ કરે છે. એ વખતે નાગસારથિના પુત્રે રાજાને કહેવા લાગ્યા–હે દેવ, શત્રુના સ્થાન કરતાં વિષ સારું; માટે સર્પના ધામ જેવા આ સ્થળને વિષે વધારે વખત રહેવું સારું નથી. વળી, આ કુમારિકા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak kust