________________ આપવીતી અમે આ સીધું માધવાચાર્યને ઘેર આપી તેમાંથી એકાદશીને દિવસે અમારા જમવાનો જોગ કરી લેતા. પણ દીવો શેમાંથી બાળવો? અંતે અમે એ વિચાર કર્યો કે, દીવો બાળવાને બદલે રાત્રે જેટલું અમને મોઢે આવડતું હોય તેટલાની જે પુનરાવૃત્તિ કરવાનો રિવાજ રાખો. નીલકંઠ ભટજી ઘણે ભાગે અષ્ટાધ્યાયી બલી જતા અને તેમની પાછળ પાછળ હું પણ બેલો. આ પ્રમાણે અંધારામાં દિવસે વિતાવી છત્રમાંથી મળતા પૈસાના સંઘરા ઉપર અમે બન્નેએ ચાર ચાર આના એકઠા કર્યા. - પંઢરીનાથ વાળંદની મેં હજુ વાચકોને ઓળખાણ નથી કરાવી. મડગાંવના લોક આને પંઢરીનાથના નામથી ન ઓળખતાં “ગુણો હજામ” એ નામથી જ ઓળખે છે. ગુણાને જન્મ માડદોળમાં માળસાદેવીના મંદિર નજીક થયો હતો. આજ તેની ઉંમર લગભગ મારા જેટલી જ છે. ગુણાનો જન્મ માડોળ જેવા ગામમાં થયો છે ખરો પણ ત્યાંનાં વ્યસને તેને વળગ્યાં નથી. બીજાં તો શું પણ ગોવામાં નાનામોટા સહુ કોઈને વળગેલ તમાકુનું વ્યસન પણ તેને નથી. જાતે શ્રમ કરીને તેણે જુદી જુદી કળાઓનું જ્ઞાન સંપાદન કર્યું છે. તેને ચિત્ર દોરતાં આવડે છે, માટીનાં પૂતળાં બનાવતાં આવડે છે, ચોપડીઓ બાંધવાનું કામ આવડે છે. આ બધાં કામ તે કુરસદને વખતે કરતો. હાલ પોતે મડગાંવમાં બિસ્કિટ બનાવવાનો ધંધો કરે છે. મુંબઈમાં તેણે બિસ્કિટ સંચે છે, અને ઘેર આવી કંઈ કંઈ જૂનાપુરાણ સામાન ભેગું કરી, કોઈ વાર લુહારકામ પણ જાતે જ કરી લઈ પેલા નમૂના પ્રમાણેનો એક સંચે તૈયાર કર્યો ! હાલ તે આ P.B. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust