________________ 78. આપવીતી બનતું. છતાં કઈ કઈ વાર બેઉ વઢી પણ પડતા. મૃત્યુંજય અમારી વિરુદ્ધ રૂપક, ઉપ્રેક્ષા વગેરેને પ્રયોગ કરીને જાતજાતની વાત આ અને બીજા બ્રાહ્મણોને સંભળાવતા. અમે આ બધું મૂંગા મૂંગા સહન કરતા. નીલકંઠ ભટને મૃત્યુંજય તરફ ભારે તિરસ્કાર હતો છતાં તે કઈ દિવસ તેની જોડે વાદમાં ઊતરતા નહિ. અછત્રમાં મારા ઉપર થનારા આ અનેકવિધ સંસ્કાર'નું નિવારણ જ્ઞાન છત્રમાં ભરપાઈ થતું. ગંગાધર શાસ્ત્રીને ગુરુપૂજા તરીકે મેં એક રૂપિયો ને નાળિયેર એટલું જ આપ્યું હતું. તેમણે મારા શિક્ષણની બરોબર વ્યવસ્થા થાય એટલા સારુ મને તેમના મુખ્ય શિષ્ય નાગેશ્વર પંત ધર્માધિકારીને સેં. નાગેશ્વર પંતને ઘેર હું સવારે સાત વાગ્યે જતો. મને તેઓ એક કલાક શીખવતા. પણ ત્યાં હું બીજા વિદ્યાર્થીઓના પાઠ સાંભળતો દસ વાગ્યા સુધી બેસતો. સાંજે ગંગાધર શાસ્ત્રીના ઓરમાન ભાઈ લક્ષ્મણ શાસ્ત્રી અને અને બીજા બે ત્રણ વિદ્યાર્થીને સાહિત્ય શીખવતા. મારા આ બંને ગુરુઓની મારી ઉપર પૂર્ણ કૃપા હતી. મને જોઈતાં પુસ્તકે તે પોતાની પાસેથી આપતા, અને મારા અભ્યાસની ખૂબ કાળજી રાખતા. - ગોવિંદરાવ પાલેકરના મરણ પછી મારી અને ચિદંબર ગોડબેલે વચ્ચે જરા બોલાચાલી થયેલી એ પાછળ કહી ગયા છું. દુર્ગાઘાટ ઉપર રહેત એ તેને ખૂંચતું. તેણે કંઈ ને કંઈ બહાનું કાઢીને મારી જોડે વઢવેડ કરવાનો લાગ શોધવા માંડ્યો. એક દિવસ મને કહે, “બસ, ભાડું આપતા હો તો જ અહીં રહે, નહિ તો ચાલતા થાઓ. હું તમારે સરસામાન - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust