________________ પૂનાની રહેણાક રહેશે. તે દિવસ તેમને લાંબી ફુરસદ નહોતી એટલે “ફરી પાછા મળજો” એટલું કહી પિતાને કામે વળગ્યા. મને તેમના આ ઉત્સાહ આપનારા ભાષણથી ખૂબ હિંમત આવી, અને પ્રસન્ન ચિતે હું શ્રી. રેડકરના ઘર તરફ વળ્યો. - ડૉ. ભાંડારકર સાથે જેમ જેમ પરિચય થતો ગયો તેમ તેમ મારે વિષે તેમને સારો મત બંધાવા લાગ્યો. થોડા જ વખતમાં પોતે મને એક ચિઠ્ઠી લખી આપી અને પિતાની કૌમુદી'ની એક પ્રત આપીને નગરકરના વાડામાં આવેલી એક સંસ્કૃત પાઠશાળામાં મને મોકલ્યો. ત્યાંના મુખ્ય અધ્યાપક વાસુદેવશાસ્ત્રી અત્યંકરે મને મહાદેવશાસ્ત્રી જેશીને સો. તેમના હાથ નીચે મેં “કૌમુદી'ને અભ્યાસ શરૂ કર્યો. બે મહિના વહી ગયા પણ “કૌમુદી'નો અર્થ મને સમજાય જ નહિ. પણ એથી હું કદી નિરાશ ન થયું. માત્ર રઘુવંશનો અર્થ મને ઠીક ઠીક સમજાવા લાગે. શરૂઆતમાં શ્રી. રેડકરે બુધવાર પેઠમાં આવેલી એક વીશીમાં મારા જમવાની ગોઠવણ કરી હતી. શરૂઆતમાં વીશીવાળો જરા આનાકાની કરવા લાગ્યો. “તમે સારસ્વત છો માટે તમારે જમીને તમારે અબોટ હાથે દેવો પડશે' ઈ. પણ ચાર આઠ આના વધુ દેવાનું વચન આપતાં જ તેણે બધું પોતે કરી લેવાનું કબૂલ કર્યું ! આ વીશીમાં જમવું અને શ્રી. રેડકરને ઘેર રાતે સૂવું એવો કમ એક બે અઠવાડિયાં ચાલ્યા. પણ પાઠશાળા બહુ આઘી પડવા લાગ્યાથી તે વધુ વખત ચાલુ રખાય એમ નહોતું. આથી ડો. ભાંડારકરે મને પ્રાર્થનાસમાજમાં રહેવાની જગ્યા અપાવી. ત્યાં રહીને હું પાઠશાળામાં અભ્યાસ કરવા લાગ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust