________________ આપવીતી. ઓછા પ્રમાણમાં માથે લેવાં, એટલે તેમાં અપજશ નહિ આવે. સદ્ગુરુ બુદ્ધને શરણે જવું અને તેના ઉપદેશોનું મનન કરવું. તેના વિચારે જે આપણને ન સમજાય તો જે કોઈ તેના સુજ્ઞ ભક્તો હોય, તેમની પાસેથી તે સમજી લેવા અને તે પ્રમાણે વર્તવું.” ઉપલા ફકરાઓ વાંચવાથી ગાવા છેડી પૂને આવ્યો તે પહેલાં મારા વિચાર કઈ દિશાએ ગતિ કરી રહ્યા હતા તેને વાચકને ખ્યાલ આવશે. મારું ધ્યેય મને સ્પષ્ટ દેખાતું હતું પણ તે તરફ જવાનો રસ્તો મને માલુમ નહોતો. તે બાળી કાઢતાં મારે શી શી જહેમત ઉઠાવવી પડી, તેનું વિવેચન હવે પછીનાં પ્રકરણમાં કરવાનું વચન આપી વાચકની અહીંથી જ રજા લઉં છું. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust