________________ 34 આપવીતી થયો છે એમ શું ન કહી શકાય ? તે પછી આપણે મનુષ્ય છીએ એટલા જ ખાતર બધાં પ્રાણીઓમાં શ્રેષ્ઠ છીએ એમ કહેવામાં શે સાર ? - બાળકે, તમને ઘણી વાતો કહું એમ મનમાં થયાં કરે છે પણ વખત નથી. આ બધું સુધારવાનો પણ મને વખત નથી. આ તમે જ સુધારીને વાંચજે. એક વસ્તુ કહેવી રહી ગઈ તે એ કે ઘડપણમાં માબાપને બનતી મદદ કરવાનું ભૂલશો નહિ.” . . મારા વિચારે] શકે 1821 શ્રાવણ સુદ 9, તા. ૧૪મી ઓગસ્ટ 1899. * ““મનુષ્યના વિચારોમાં તેના સંજોગેના બદલાવા સાથે ફેર પડતો જાય છે. આ સિદ્ધાંતને હું અપવાદરૂપ ન જ ગણાઉં. ઝીણું નજરે જોનારાઓને મારા વિચારમાં કઈ ઢબે ફેર પડતો ગયો એ જાણવું સહેલું પડે એટલા ખાતર આજના મારા વિચારો કેવા છે તે અહીં લખું છું. સૌ પહેલું તો - धर्म विषे મનુષ્યના જીવન સાથે ધર્મને જેટલો સંબંધ છે તેટલો સંબંધ રાજ્યપ્રકરણને પણ ન હોઈ શકે. પરદેશી રાજા રાજય છતી લઈ શકે પણ ધર્મ જીતી શકશે નહિ. કદાચ બળાત્કારે ધર્માતર કરવા વખત આવે તો પણ તેથી આપણા અંતરમાં મળી ગયેલાં ધર્મનાં બીજ સાફ બળી જતાં ખૂબ વાર લાગશે. આવા વ્યાપક વિષય ઉપર મત આપવો એ ભારે કપરું કામ; તેમાં વળી તમામ વિચારે કાગળ ઉપર ઉતારવાની શક્તિ મારી કલમમાં ન મળે. આટલી પ્રસ્તાવના બસ થશે. આજે હું અંત:કરણથી તો સાવ બૌદ્ધ થઈ ગયો છું. મહાન બુદ્ધના વિચારે મને ઘણું જ ગમે છે. આખા જગતનું, રાષ્ટ્રનું, * કુટુંબનું કે પોતાનું હિત સાધવાની જે કોઈની ઇચ્છા હોય તો તેણે સદ્ગુરુ બુદ્ધને શરણે જવું અને તેમણે કરેલા ઉપદેશ પ્રમાણે . Jun Gun Aaradhak Trust