________________ થામાંથી કેવી મારી ત્રી અને નાળ તમારા વા રેજનીશી અને ટાંચણે હે બાળકો, ઉપર કહી તેમાંની એક પણ બાબતની હડફેટમાં 'તમે આવશો તો તેટલા પૂરતી પણ તમારી હાનિ થયા વિના રહેશે નહિ. અને તમારી હાનિનાં ફળ તમારાં લગ્ન થયાં હશે તો ગરીબ બિચારી તમારી સ્ત્રી અને તમારા સંતાનને ભોગવવા પડશે. આમાંથી કેવી રીતે બચી શકાય તેને આપણે હવે વિચાર કરીએ. કરાંઓ, તમે મોટાં થયા પછી જે અજ્ઞાન રહ્યાં હશો તો તેનું તમને ઘણું જ દુઃખ લાગશે. પોતાનું અજ્ઞાન દૂર કરવાનું તમને બહુ મન થશે, પણ તમે જે નિશ્ચયી નહિ હો, તો તમારાથી તમારું અજ્ઞાન દૂર નહિ થાય. કેટલાંક માણસોએ મોટી ઉમ્મરે કેળવણી લેવા શરૂઆત કરી પણ ઘણાં જ થોડા તેમાં સફળતા મેળવતાં સુધી પહોંચ્યાં. આમ કેમ બનતું હશે વારુ? કોઈ કહે છે કે બાળપણ એ જ વિદ્યા શીખવાનો થગ્ય કાળ છે, અને ઘણેભાગે આ સાચું પણ છે. પણ એથી એમ ન સમજવું કે મોટપણે વિદ્યા ન આવે. ઇનતેજારી છતાં મોટપણે વિદ્યા ન આવવાનું મુખ્ય કારણ શરમ છે. “હું આવડે માટે થયે, હવે શું ભણવાને ?" આવી જાતના વિચારેથી આપણું મન પાછું હઠે છે...જ્ઞાન મેળવવાને સારુ તેં પહેલાં વિદ્યાદેવી પર ખૂબ ભક્તિ ચાંટવી જોઈએ. ભક્તિ સિવાય કોઈ પણ દેવતા પ્રસન્ન નથી થતા એ તે તમે જાણો જ છે. આ ઉપરાંત તમારે શરમને બાજુએ મૂકવી જોઈએ. શરમ એ વિદ્યાદેવીની ભક્તિમાં વિધ્ર નાંખનારી રાક્ષસી છે એમ સમજે. સત્ય અને હિતકારી બાબતોમાં શરમને આડે આવવા દેવી, એનો અર્થ દુ:ખ વેચાતું લેવું એટલો જ સમજો. બૂરાં કામ કરવામાં શરમને વચ્ચે આવવા દે; એટલે કે તેવાં કામ કરવામાં શરમાઓ. જ્ઞાન મેળવવાની મર્યાદા એક મરણ જ હોવી જોઈએ. મરણ સુધી જ્ઞાન મેળવવામાં ક્ષતિ આવવા દેશે નહિ. “હું મોટે થયો” એમ કહીને જેઓ વિદ્યા મેળવવાનો માર્ગ તજી દે છે તેના જેવા આત્મઘાતી બીજા કેઈ નથી. મનની સમાધાનવૃત્તિને ભંગ થવા દીધા વગર જેટલું જ્ઞાન મેળવી શકાય તેટલું મેળવે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust