________________ આપવીતી તોડ કાઢીશું. છેવટે તેમની સલાહથી એ ઠરાવ કર્યો કે, તેમણે અને ભિકુ નાયકે મળી પિતાજીની જમીન ગીરે રાખી અમને જોઈતી રકમ આપવી. અને તેમાંથી બધું પરચૂરણ કરજ પતાવી દેવું. આ ઠરાવ પ્રમાણે અમે મડગાંવ ગયા. પરંતુ શ્રી. ભિકુ નાયકે અરધી રકમ આપવા ના પાડી. અંતે શ્રી. વિષ્ણુ નાયકે પોતે જ આખી રકમ આપી મને કરજમુક્ત કર્યો અને દેશત્યાગ કરવામાં નડતી એક માટી, મુશ્કેલી આ રીતે દૂર કરી. (સને ૧૯૧૨ના માર્ચ મહિનામાં તેમની તમામ રકમ પાછી આપી તેમના કરજમાંથી હવે, હું છૂટો થયો છું. તથાપિ ખરે અણીને પ્રસંગે મને મદદ કરીને તેમણે મને કાયમને માટે તેમને શું કરી મૂક્યો છે.) હું મડગાંવ હતો એવામાં તારીખ ૨૮મી ઓગસ્ટ ૧૮૯૮ને રેજ લકવાના ઊથલામાં પિતાજીનું એકાએક દેહાવસાન થયું. આ પ્રસંગે પણ મને અત્યંત દુઃખ થયું. દુનિયાના વહેવારમાં કેમે કર્યું ચિત્ત ચોટે જ નહિ. આગલે વર્ષે ૧૮૯૭ની સાલમાં બાલબેધ” માસિકના એક અંકમાં. ભગવાન બુદ્ધનું ચરિત્ર વાંચ્યું હતું. ત્યારથી જ બુદ્ધ ઉપર મારી ખૂબ શ્રદ્ધા બેસતી ગઈ દુનિયાદારીને જેમ જેમ કંટાળો આવતો ગયો તેમ તેમ મારી આ શ્રદ્ધા દઢ થવા લાગી. બુદ્ધ જ મારું સર્વસ્વ છે એમ લાગવા માંડયું. પહેલાં હું મારા મિત્રમાં બુદ્ધ ભગવાન વિષે વાતો કરતો પણું હવે તો મારા મન જોડે જ બલવા લાગ્યું. બુદ્ધની, મૂર્તિ કલ્પી તેનું ધ્યાન કરવું અને “બાલબેધ' ' માસિકમાં છપાયેલું ચરિત્ર ફરી ફરી વાંચવું એ ક્રમ ચાલુ રાખ્યો, અને જીવતો રહ્યો તો બીજું બધું છોડી બુદ્ધના ધર્મનું જ્ઞાન Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.