________________ 305 સાર તૈયાર કર્યા. આ બંને ગ્રંથે પૂંજાભાઈ જૈન ગ્રંથમાળા મારફત પ્રસિદ્ધ થયા છે. એ અરસામાં પંડિત જવાહરલાલ નેહરુ રશિયાને પ્રવાસેથી પાછા આવ્યા હતા અને તેમણે રશિયા વિષે એક લેખમાળાયંગ ઇન્ડિયામાં શરૂ કરી હતી. એમાંના એક લેખમાં લેનિનઝાદમાં બૌદ્ધ સંસ્કૃતિના સંશોધન માટે એક સંસ્થા સ્થપાયાનું શ્રી. કે સંબજીએ વાંચ્યું. તરત જ તેમણે મજકૂર સંસ્થાના સંચાલક પ્રો. વસ્કી સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. અને તેમનું નિમંત્રણ મળતાં ૧૯૨૯ના માર્ચમાં તેઓ લેનિનગ્રાઇ ગયા. રશિયામાં તેમણે સાત મહિના ગાળ્યા, તે દરમ્યાન લેનિનગ્રાદની એકેડેમીમાં તથા યુનિવર્સિટીમાં અધ્યાપકનું કામ કર્યું. પરંતુ રશિયાની ઘણી જ ! સખત ઠંડી હવા તેમનાથી સહન થઈ શકી નહિ અને રહેવા માટે જગ્યા પણ અનુકૂળ ન મળી. ( ટાઢના દિવસે માં જેવી ગરમ ઓરડી જોઈએ તેવી મળી શકે તેમ ન હતું.) આથી લેનિનગ્રાદ . છોડી ૧૯૩૦ના જાન્યુઆરીની આખરમાં તેઓ હિન્દુસ્તાન પાછા આવ્યા. એ જ સાલના માર્ચ મહિનામાં ગાંધીજીની દાંડીકુચ શરૂ . થઈ અને મુંબઈમાં સત્યાગ્રહી સ્વયંસેવકે નોંધાવા લાગ્યા. તેમાં શ્રી. કોસંબીજી પણ એક હતા. તેમણે સત્યાગ્રહમાં જુદે જુદે સ્થળે ભાગ લીધો અને આખરે ૧૯૩૦ના ઓકટોબરની ૧૧મી તારીખે તેઓ વિલેપારલેમાં પકડાયા અને દોઢ વર્ષની સખત સજા થઈ. તેમણે અપીલ તો ન કરી, તેમ છતાં એ સજા કાયદેસર થઈ ન હોવાથી હાઈટે આપોઆપ સા રદ કરતાં ડિસેંબરની ૧રમીએ તેમને સરકારે જેલમુક્ત કર્યા. તે પછી ગાંધી-ઇરવિન સંધિ થતાં લગભગ બધા સત્યાગ્રહી કેદીઓ છુટયા. : - છે. વુલ્સને વળી આગ્રહ થતાં ૧૯૩૧ના સપ્ટેમ્બરમાં તેઓ ફરી એક વાર અમેરિકા ગયા અને ત્યાં એક વર્ષ રહ્યા. ત્યાંથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust