________________ 30 ના પાડી એટલું જ નહિ, પણ પિતાનું શ્રેય જે પાલિભાષાપ્રચાર, તેનું કામ કરવા આવી તક આખ્યાને માટે તેમણે ડેક્કન એજ્યુકેશન સંસાયટીને આભાર માની સને ૧૯૧૨ના માર્ચ મહિનાથી પૂનાની ફર્ગ્યુસન કોલેજ તેમ જ ન્યુ ઇગ્લિશ સ્કૂલમાં કામ કરવા માંડયું. ન્યુ ઇગ્લિશ સ્કૂલમાં મૅટ્રિકના કલાસને અને કૉલેજમાં પ્રિવિયસ તથા બી. એ. કલાસને તેઓ પાલિ શીખવતા. વિદ્યાથી થોડા છતાં પોતે અતિ શ્રમ લેતા. આ ઉપરાંત ઘેર એમ. એ.ના વર્ગને શીખવતા. પણ પાંચ વર્ષ પૂરાં થતાં પહેલાં જ શ્રી. ધર્માનંદજીએ જોયું કે, પાલિ શીખવા આવનાર વિદ્યાથીઓમાં ખરા જિજ્ઞાસુ જવલ્લે જ નીકળતા. ઘણાખરા વિદ્યાથી પાલિ ભાષા સહેલી છે અને તે લેવાથી ઝટ પાસ થવાશે એવી જ વૃત્તિથી તે લેતા. વળી માત્ર કોલેજના વર્ગોમાં પાલિ ભાષા શીખવ્યાથી બૌદ્ધધર્મનાં તો પ્રજામાં પ્રચાર પામી લોકોની ઉન્નતિ થશે એમ તેમને લાગ્યું નહિ. મરાઠી ભાષામાં આમપ્રજાને સમજાય તેવું સાહિત્ય બહાર પાડીને એ કામ થઈ શકે એમ હતું, પણ તે કામમાં જરૂરી લોકાશ્રય નહોતો. આમ છતાં સને ૧૯૧૪માં તેમણે “બુદ્ધલીલાસારસંગ્રહ” નામનું પુસ્તક તૈયાર કર્યું, અને માસિક મનોરંજનવાળા સ્વ. કાશીનાથ રઘુનાથ મિત્રે તે બહાર પાડયું. આ પુસ્તકને સારુ “ડેક્કન વર્નાક્યુલર ટ્રાન્સલેશન સોસાયટી, તરફથી શ્રી. ધર્માનંદજીને પહેલા નંબરનું ઇનામ મળ્યું (છતાં મરાઠીમાં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ હજુ ખપી ગઈ નથી!). બીજાં પણ એક બે પુસ્તક ધર્માનંદજીએ તૈયાર કર્યા, પણ વચમાં જ યુરોપનું મહાયુદ્ધ જાગ્યું અને કાગળ વગેરેની મેઘવારીને લીધે પુસ્તક પ્રકાશનનું કામ અશક્ય થઈ પડ્યું. એટલામાં પ્રો૦ વસ તરફથી અમેરિકા આવવા સારુ આગ્રહભર્યું આમંત્રણ આવવાથી સને ૧૯૧૮ના ઑગસ્ટ માસમાં તેઓ ફરી અમેરિકા ગયા ડેક્કન એજ્યુકેશન સોસાયટીને શ્રી. ધર્માનંદજીએ પાંચને બદલે છ વર્ષ આપ્યાં. આ અરસામાં સોસાયટીના ઘણાખરા આજન્મ સભ્યોના તે પ્રિયપાત્ર થઈ પડયા. પરિણામે પાંચ વર્ષ પૂરાં થયે P.P. Ac. Gunratnasuti M.S. Jun Gun Aaradhak Trust