________________ અમેરિકાની સફર ત્રણેના નામથી આ ગ્રંથ બહાર પડે, અથવા તો ફક્ત વોરનને જ નામે પ્રસિદ્ધ કરીને આપણે કરેલા ફેરફારને માત્ર પ્રસ્તાવનામાં ઉલ્લેખ કરે. આ સૂચના છે. લેનમનને મુદ્દલ ન ગમી. તે મારા ઉપર એટલો તો બળી ઊઠ્યો કે મને ગાળો ભાંડવાની શરૂઆત કરી દીધી ! ' . - તે દિવસથી લેનમનને મળવું જ નહિ એવો મેં નિશ્ચય કર્યો. તે પોતે અનેક પ્રપંચ રચીને મને ખાડામાં નાંખવા . ભથશે એમ લાગવાથી દા. વડસને બનેલી તમામ હકીકત મેં કહી. આ પહેલાંથી જ હિન્દુસ્તાન પાછા ફરવા સારુ સ્ટીમરના પિસા ભરીને તારીખ 4 જાન્યુઆરીને રોજ ન્યુયોર્કથી નીકળનારી હંબુર્ગ અમેરિકન કંપનીની સ્ટીમર “હબુગમાં મેં મારી જગ્યા રિઝર્વ કરાવી લીધી હતી. પરંતુ આ પહેલાં દસ બાર દિવસ અગાઉ ઉપરનો બનાવ બન્યો. તેથી દા. યુસનું કહેવું એમ હતું કે મારે હાર્વર્ડ તરત જ છોડવું અને ન્યુયોર્ક જઈ ત્યાં બાકીના દિવસે ગાળવા, જેથી લેનમનની બીક ન રહે. આ સલાહ મને બિલકુલ મ ગમી. મારા અનેક . મિત્રોને મારે મળવાનું હતું, અનેક ઘરનાં નોતરાં પણ હતાં. એ બધું મૂકીને આમ નાસી છૂટવું એ મને તદ્દન અનુચિત લાગ્યું. દા. યુસને મેં કહ્યું: “લેનમનને જે મારા પર વેર લેવું હોય તો ભલે લે. એ વાતનો મને ડર નથી. જે કંઈ આફત માર પર આવવાની હોય તે સહન કરવા હું તૈયાર છું, પરંતુ એકાદ ડરકુની પેઠે એકાએક ન્યુયોર્ક ભાગી જવું એ મારાથી બનશે નહિ.” પછી તો નિરાંતે સ્ટીમરને દિવસ આવી પહોંચતાં સુધી કૅબ્રિજમાં જ રહ્યો. બધા મિત્રોનાં નેતરાં સ્વીકાર્યા, - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust