________________ 286 આપવીતી શહેનશાહ એડવર્ડના મરણને લગતા લેખોથી ભરેલાં હોય, અને બીજા લેખે હું ઈગ્લેંડના રાજદ્વારી વાતાવરણથી માહિતગાર નહિ તેથી સમજું નહિ. ટૂંકમાં, આ હોટેલમાં એક બે દિવસ તો મેં કેદીની જેમ ગાળ્યા. ત્રીજે કે ચોથે દિવસે હું હોટેલના દીવાનખાનામાં બેઠે હતો ત્યાં એક ગૃહસ્થ મને, “ક્યાંથી આવે છે ?' વગેરે સવાલ પૂછી મારી સાથે ઓળખાણ કરી. આવી રીતે ઓળખાણ કરી લેનાર હું ઈગ્લેંડમાં આવ્યા ત્યાર પછી આ પહેલા જ ગૃહસ્થ હતા, તેથી મને સાનંદાશ્ચર્ય થયું. પાછળથી મને ખબર પડી કે આ ગૃહસ્થ અંગ્રેજ નહિ પણ ડચ હતો અને વેપાર અર્થે લિવરપુલ આવ્યો હતો. બ્રસેલ્સની એક પેઢીનો પોતે * મુનીમ હતો, અને ત્યાંથી ચક્કસ કાગળપત્રો આવે ત્યાં સુધી તેને પણ લિવરપુલમાં દિવસ કાઢવાના હતા. આમ “આવો ભાઈ હરખા ને આપણે બેઉ સરખા' એ ન્યાયે અમને બંનેને એકબીજાની સોબત મળી. તેણે મને શહેરના જુદા જુદા ભાગો બતાવ્યા. કેટલાંક સસ્તાં છતાં સારાં ઉપહારગૃહો પણ બતાવ્યાં. સવારનું ખાણું તે હોટેલમાં જ લેવું જોઈએ એ એ હોટેલનો નિયમ હતો. બાકીને વખતે ગમે ત્યાં ખાઈ લેવામાં હરકત નહોતી. આથી વચ્ચે વચ્ચે એકાદ શાકાહાર મળે એવા ઉપહારગૃહમાં જઈને અમે સુધાશાંતિ કરી આવતા. . એક દિવસ પેલા ડચ મિત્રે મને કહ્યું, “અંગ્રેજો કે શ્રીમંત પ્રજા છે છતાં આ દેશમાં દારિદ્રશ્ય પણ ઘણું છે. મજૂરોની સ્થિતિ કંઈ બહુ સારી નથી. હું વેપારી છું, છતાં મને કાર્લ માર્ક્સ વગેરે ગ્રંથકારોનું કહેવું સંપૂર્ણપણે માન્ય છે. મેં પૂછ્યું, " કાર્લ માકર્સ કે?' પેલા ગૃહસ્થ ભારે 1. હું વેપારી, છે. વગેરે ગ્રંથકા મે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust