________________ 282 આપવીતી બાઈઓને સામાન ખૂબ હતો. બંદર ઉપર જ એવી મુશ્કેલી - ઊભી થઈ કે તેમનાં કીમતી કસબી કપડાં વગેરે માટે ભારે જકાત માગવા લાગ્યા. આખરે બધી પેટીઓ ન ઉઘાડતાં, એમ ને એમ બંધ કરી, થોમસ કુક મારફત ઠેઠ ઇંગ્લંડમાં જ્યાં સીતાબાઈ ઊતરનાર હતાં ત્યાં મોકલી દેવામાં આવી. મારી ટ્રેક પણ મને લિવરપુલમાં થેમસ કુકની ઓફિસમાંથી મળે છે એવી ગોઠવણ કરી. આટલું પત્યા પછી ગામમાં જઈને સૌ પહેલાં તે જમવાની સગવડ કરી. પછી અમે માર્સેલ્સ શહેર જોવા નીકળ્યાં. સીતાબાઈની હેન્ડબેગમાં કેટલુંક ઝવેરાત હતું આથી દરેક જગ્યાએ હેન્ડબેગની તેમને બહુ જ ચિંતા રહેતી. સંગ્રહસ્થાન વગેરે ઠેકાણે હેન્ડબેગ ઈ. ચીજો નકરોને સંપીને અંદર જવું પડે તે વખતે તેમના મનને બહુ જ ફફડાટ રહેતો. અંતે તેમણે મને આ વાત કરી. મેં કહ્યું, “બૅગમાં કશું કીમતી છે એ વાતની કઈને શંકા જ ન આવતા દેતાં, નહિ તે સુખે આગળ જવું મુશ્કેલ થઈ પડશે.” થોમસ કુક મારફત માર્સેલ્સનાં જોવાલાયક સ્થળે જોઈને સાંજે અમે એક ઉપાહારગૃહમાં આવ્યાં. કુકને દુભાષિયો સાથે જ હતો. તેણે હોટેલવાળાને કહીને અમારે સારુ લીલા વટાણું વગેરે તૈયાર કરવા કહ્યું. જમી રહ્યા પછી દુભાષિયાએ અમને સ્ટેશને પહોંચાડ્યાં અને કુકને બીજા એક આડતિયાને હવાલે કર્યો. આ આડતિયાએ અમને ફર્સ્ટ કલાસના ડબામાં ગોઠવ્યાં. આ દુભાષિયા તથા આડતિયાએ અમારા ખીસાના દસ બાર ફેંક સહેજે ઓછા કર્યા હશે! આપણા દેશમાં જેમ “બક્ષિસ'ની પીડા છે તેવી જ તે ફ્રાન્સમાં પણ છે એમ અમે જોયું. P.P. A Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust