________________ 280 - આપવીતી મારી કેબિનમાંના પેલા જૈન વેપારી સ્ટીમર પરના ખોરાકને બિલકુલ અડતા નહિ. ચા, બિસ્કૂટ કે પાંઉ એટલી જ વસ્તુઓ પર તે રહેતા. બાકી, પિતાને સારુ હળદરનો ભૂકે નાંખીને બનાવેલ અનેક દિવસ રહે એવી ખાખરીઓ, બીજાં મેવામઠાઈ તેમ જ કરી, સંતરાં, મોસંબી વગેરે ફળોના બે ત્રણ કંડિયા તેમની સાથે હતા તે ઉપર તે પોતાનું ચલાવતા. પેલો જૈન વિદ્યાર્થી એટલે ચુસ્ત નહોતો છતાં માંસની સૂગ તેને ચડતી જ. આ ઉપરાંત બીજા એક બાપના અટકવાળા હેલકર મહારાજાના કોઈ જૈન શિક્ષક પણ આ સ્ટીમર પર હતા. તેઓ પણ શાકાહારી હતા. મને પોતાને માછલી ખાવામાં વધે નહોતો; પણ સ્ટીમર પર તે કવચિત જ મળે. આથી જમવાની બાબતમાં અમને ત્રણે જણને ઠીક પડતું. બે ત્રણ દિવસ પછી મુખ્ય બબરચીને કહી અમે દાળભાત મેળવવાની પણ ગોઠવણ કરાવી લીધી. અને પાંઉ, માખણ, ફળ અને દાળભાત, એટલી વસ્તુઓ ઉપર અમારું ખાતું નભતું. સ્ટીમર રાતા સમુદ્રમાં પહોંચી એ અરસામાં મારી સાથે શ્રી. શિંદેવાળે કાગળ શ્રી. બાપના મારફત મેં શ્રીમંત સા. સીતાબાઈને મોકલાવ્યો. વળતે જ દિવસે તેમણે મને મળવા બોલાવ્યો. સ્ટીમર ભૂમધ્ય સમુદ્રમાં દાખલ થઈ તે પહેલાં હું તેમને એક બે વખત મળ્યો. ઘડી ઘડી ફર્સ્ટ કલાસમાં જવું મને પસંદ ન હોવાથી મને ત્યાં જવાનો કંટાળો આવતો. પરંતુ એક દિવસ ભૂમધ્ય સમુદ્રમાં થોડું તોફાન થયું અને તેથી સીતાબાઈ સાહેબ બહુ ગભરાઈ ગયાં. અધૂરામાં પૂરું તેમને કેાઈએ કહ્યું કે બિસ્કેના ઉપસાગરમાં આથી પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust