________________ 18 અમેરિકાની સફર જેના આયુષ્યનાં બાવીસ વીસ વર્ષ ગાવા જેવા પછાત . પ્રાંતમાં વીત્યાં અને તે પછી પણ ઘણાં વર્ષ કાશીને મઠામાં કે બૌદ્ધ વિહારમાં ગયાં, તેને એકાએક અમેરિકાની મુસાફરી કરવાને પ્રસંગ એ જરા વિચિત્ર તો ખરું જ. જન્મારામાં કદી ઈજારે પહેરેલી નહિ, બૂટ પહેરવાની ટેવ નહિ, યુરેપિયન ઢબે ટેબલ ઉપર જમવાને કદી પ્રસંગ નહિ,– આવી સ્થિતિમાં મારા મનની સ્થિતિ કેવી થઈ પડી હશે તેની કલ્પના વાચકે જ કરી લેવી. આમ છતાં અજાણ્યા મુલકમાં મુસાફરીના અનેક પ્રસંગે આવી ગયા હોવાથી અને કલકત્તાના વસવાટ દરમ્યાન ત્યાંના કેટલાક મિત્રોની સાહેબશાહી રહેણી જોયેલી તેથી આ નવી મુસાફરીથી હું ગભરાયો નહિ. દા. સુખઠણકર હાલ લાહોરની દયાળસિંગ કૅલેજમાં અધ્યાપક હતા. મારું અમેરિકા જવાનું નક્કી થતાં તેઓ આવીને મને મળ્યા. હું સફરની તૈયારીમાં પડેલો તેથી બુદ્ધ, * ધર્મ અને સંધ' પુસ્તકનાં છેવટનાં પ્રફે પણ તેમણે જ તપાસ્યાં અને શુદ્ધિપત્રક તૈયાર કર્યું. વિલાયતની સફર દરમ્યાન જરૂરી વસ્તુઓની એક યાદી પણ તેમણે મારે સારુ તૈયાર કરી. આ યાદી પ્રમાણે શ્રી. બળવંતરાવ માડગાંવકરે બધી વસ્તુઓ ખરીદવામાં મને મદદ કરી. પૂનાના સ્ટેશને મારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust