________________ ર૭૦ આપવીતી * દેવું અને વડોદરા સરકાર તરફથી નિર્વાહ પૂરતી મને મદદ આપવી.” તે વખતે મહારાજાએ કશો ચક્કસ જવાબ આપ્યો નહિ, અને તે જ દિવસે કે વળતે દિવસે તેઓ પૂના તરફ ઊપડી ગયા. હું કલકત્તે ગયે. પંદર વીસ દિવસે પૂનાથી મહારાજાના ખાનગી કારભારીને મારા પર અરજ. તાર આવ્યું. તેમાં લખ્યું હતું કે, “હું મહારાષ્ટ્રમાં કઈ પણ શહેરમાં રહી મારું કામ કરવા તૈયાર હોઉ તે વડોદરા સરકાર તરફથી માસિક 50 રૂપિયા આપવામાં આવશે અને આ મદદ ત્રણ વર્ષ સુધી ચાલુ રહેશે. માત્ર ભારે વરસમાં એકાદ પુસ્તક વડેદરા સરકારને સારુ લખીને તૈયાર કરી આપવું.” આ તાર ગોવે થઈ ત્યાંથી રખડતે રખડત આવેલો તેથી બહુ મોડે મળે. પાછળ જ કારભારી તરફથી, પહેલા તારનો જવાબ તરત મોકલો, એવો બીજો તાર આવ્યો. હું હરિનાથ દેને અને ન્યાયમૂર્તિ મુકરજીને મળે અને તેમને મારો ઉદ્દેશ જણાવી મહારાજ સાહેબ તરફનું કહેણ મેં સ્વીકાર્યું, અને તારથી જ તેમને ઉપકાર માન્યો. કાગળ પણ લખ્યો તેમાં જણાવ્યું કે હું મહિને રહીને પૂને જઈશ. આ બાબતમાં મહારાજા સાહેબના કારભારી તરફથી સંમતિ દર્શાવનાર જવાબ પણ થડા રેજમાં આવી ગયો. કલકત્તામાં મારે ઓનરેબલ માંગ બા ટુ નામના બરમી ગૃહસ્થ ડે ઓળખાણ થઈ હતી. તેમણે મને ખાસ બ્રહ્મદેશ તેડાવ્યો હતો. જે હું ત્યાં જાઉં તો ત્રિપિટક ગ્રંથો છપાઈને પ્રસિદ્ધ થયેલે બધો ભાગ મને આપવા તેમણે કબૂલ કર્યું હતું. સપ્ટેમ્બર મહિનામાં તેમને મળવા હું બ્રહ્મદેશ ગયો. કલકત્તા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust