________________ દેશત્યાગ ' આખરે આ સ્થિતિથી હું કંટાળ્યો અને સંસ્કૃત શીખવાના ઉદેશથી ૧૮૯૪માં એક વાર કહાપુર પહોંચ્યો. કોલ્હાપુરમાં હું મહાલક્ષ્મીના મંદિરમાં ઊતર્યો હતો. ત્યાં કાકણસ્થ જાંતિના બે ત્રણ વિદ્યાર્થીઓ રહેતા. તેમણે મને ખૂબ મદદ કરી. એક વીશીમાં તેમણે મારા જમવાની સગવડ કરી આપી. “તમે જમવાનું કેમ કરો છો?” એમ મેં તેમને પૂછયું. જવાબમાં તેમાંના એકે કહ્યું, “અમારું તો પૂછો જ મા. દેવમંદિરમાંથી પ્રસાદપાતળ મળી ગયું તો ભલા, નહિ તે અમારી " ભવતિ' તો છે જ.” ">> ભવતિ' એ શું હશે એ મને કંઈ સમજાય ' નહિ, ત્યારે તેણે ખુલાસો કર્યો કે, ““ઉઝ ભવતિ' એટલે ભિક્ષા. ભિક્ષા માગવા જતી વખતે “ઝ ભવતિ ભિક્ષાં દેહિ” એમ કહેવું પડે છે. એટલે આ વાકયના આરંભમાં જે " ભવતિ' છે તેને જ અમે ભિક્ષા કહીએ છીએ.” મારા અંતરમાં હવે સ્પષ્ટ અજવાળું પડયું. જનોઈ દીધું તે વખતે હાથમાં ભિક્ષાપાત્ર આપીને ગોરમહારાજે મને “ઝ ભવતિ ભિક્ષા દેહિ” બલવાનું કહેલું તેને ખરે અર્થ આજ સમજાયો. પણ આ 3% ભવતિ' ઉપર નિર્વાહ કરવા જેટલી હિમ્મત તે કાળે મારામાં ન હતી. વૃદ્ધ પિતાજી પણ ખૂબ યાદ આવવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust