________________ પરાવતન રપલ ઝભ્ભો (બાથરબ) પહેરીને બહાર આવ્યા અને તરત જ વાત કરવા માંડી. પ્રાર્થનાસમાજ તરફથી તે દિવસે જુદા જુદા ગૃહસ્થોનાં જુદાં જુદાં સંતોનાં ચરિત્ર ઉપર ચાર વ્યાખ્યાનો થવાનાં હતાં. દાક્તરસાહેબે મને પણ આ તકે બુદ્ધચરિત્રની કથા કરવા કહ્યું. ઘણાં વર્ષોથી મરાઠીમાં બોલવાનો મને મહાવરો રહ્યો નહોતો, છતાં તેમના આગ્રહને લીધે બુદ્ધચરિત્ર ઉપર બે શબ્દ બોલવા હું કબૂલ થયો. સાંજે ભાષણ વખતે શ્રોતાઓ પાસે મારી ઓળખાણ કરાવતાં દાકતરસાહેબે મારો પૂર્વ ઇતિહાસ કહી પૂનામાં પોતે મને ઉત્સાહી યુવાનમાં ગણી કાઢેલો વગેરે વાત કહી સંભળાવી અને ઉમેર્યું કે, “પણ આટલી ખંત અને આટલો આગ્રહ આમનામાં હશે તેની તે વખતે મને કલ્પના સરખી નહતી.' મારું ભાષણ કેવું થયું એ હું કહી શકતો નથી. પણ દા. ભાંડારકરે કરેલી મારી પ્રસ્તાવનાને લીધે મુંબઈના લોકોમાં - ખાસ કરીને પ્રાર્થનાસમાજના સભાસદોમાં - હું સારી રીતે ઓળખીતો થઈ ગયો. આ પછી હું જ્યારે જ્યારે મુંબઈ આવતો ત્યારે સમાજના રામમોહન આશ્રમમાં જ ઊતરતો. બે દિવસ મુંબઈમાં રહી હું આગબોટ રસ્તે પણજી અને ત્યાંથી મછવામાં રાતે મુરગાંવ ગયો. બીજે દિવસે સવારે સીધો સાંખવળ ન જતાં મડગાંવ ગયો. મારા જૂના સંબંધી ભિકુનાયકે આ વખતે ભારે ખૂબ સત્કાર કર્યો. શ્રી. વિષ્ણુનાયક પણ પ્રેમથી વર્યો. અમે ગાડી કરી નાંખવળ ગયા. ત્યાં તો મારા આગમનના સમાચાર અગાઉથી જ પહોંચી ગયા હતા. મારી સ્ત્રીએ તો મને બંગાળી :વેશમાં જઈને એકદમ રડવા જ માંડયું ! આખરે શ્રી. વિષ્ણુ નાયકે બધાંને સાંત્વન કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust