________________ - આપવીતી 256 જોઈએ તેવું હતું. તે દિવસે તે હું તેમના કહેવા પ્રમાણે તેમને ત્યાં જ રહ્યો. બીજે દિવસે તેમણે મને કહ્યું, “ગઈ કાલે તમને ખોટું લાગે એવી રીતે હું વર્તે તેનું મને બહુ દુઃખ થાય છે. તપાસ કરતાં નેશનલ કોલેજ સાથે તમારા સંબંધ મને કોઈ પણ રીતે હરકત થઈ પડે એમ નથી એવા મને ખબર મળ્યા છે. માટે તમે મારે ઘેર રહીને ખુશીથી નેશનલ કોલેજમાં કામ કરતા રહો.” આટલેથી જ બસ ન કરતાં 'હરિનાથ તે દિવસથી પ્રેસિડન્સી કોલેજમાં જતી વખતે મને પિતાની ગાડીમાં લઈ જઈ નેશનલ કેલેજમાં પહોંચાડતા ! - નેશનલ કોલેજમાં કંઈ મને બહુ વિદ્યાર્થી ન મળ્યા. તોપણ જે પાંચ છ વિદ્યાર્થી હતા તેમાંના ઘણાખરા મહેનતું હતા. તેમાંના બે ૧૯૧૫ની સાલમાં હાવર્ડ યુનિવર્સિટીની ડિગ્રી મેળવી આવ્યાં છે. પાર્જનની દિશાએ કંઈ વિશેષ. લાભ ન થયો. ઘર માંડીને રહેવા વખત આવ્યો હોત તો તો. માસિક ત્રીસ રૂપિયા મને એકલાને પણ પૂરા થાત કે કેમ " એ જ સવાલ છે. - આરંભમાં કૅલેજના પ્રિન્સિપાલ શ્રી અરવિંદ ઘેષ હતા. પણ ટૂંકમાં જ “વન્દમાતરમ” પત્રના કેસમાં તેઓ પકડાયા. તેથી તેમણે પોતાની જગ્યાનું રાજીનામું આપ્યું, અને પ્રિન્સિપાલ તરીકેનું બધું કામ શ્રી. સતીશચંદ્ર મુકરજી પાસે આવ્યું. મારે વિષે શ્રી. મુકરજીને મત સારે નહોતો. મારી નિમણુક વખતે પણ તેમણે ખૂબ વિરોધ કરેલો એમ મેં સાંભળ્યું હતું. પ્રિન્સિપાલ થયા પછી તેમણે મને વર્ગમાં વિદ્યાર્થીઓને બૌદ્ધધર્મ વિષે કંઈ પણ શીખવવાની સખત મના કરી ! મેં કહ્યું: “જે એમ જ હોય તે પાલિને વર્ગ જેમ જલદી - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust