________________ 254 આપવીતી * ( ૧૯૦૬ના જુલાઈ મહિનામાં હરિનાથ દે વિલાયતથી પાછા આવ્યા. અને મને ફરી એક વાર કલકત્તા આવી જવા આગ્રહભર્યો કાગળ લખ્યો. મેં પણ ઘણું સંકલ્પવિકલ્પ પછી, લોકપ્રવાહમાં એક વાર પડી જેવું જ, એવો છેવટનો નિશ્ચય કર્યો અને જુલાઈની આખરમાં હું કલકત્તે આવ્યો. આવતાં વેંત હરિનાથ દેની સાથે એમ. એ. ના અભ્યાસમાં નીમેલે “થેરગાથા' નામના ગ્રંથ વાંચવાની શરૂઆત કરી. પણ હવે તેમના ઉપર જ આધાર રાખીને રહેવાની જરૂર રહી નહોતી. સર ગુરુદાસ બેનરજી, દા. રાસબિહારી ઘોષ વગેરે લોકેએ આ જ અરસામાં કલકત્તામાં નેશનલ કોલેજ ઉઘાડવાની યોજના ઘડી હતી. તે કોલેજ ઓગસ્ટની ૧૫મી તારીખે ખૂલવાની હતી. આ કેલેજમાં પાલિભાષા દાખલ કરાવવા મેં ખૂબ પ્રયાસ કર્યો. શ્રી. મનમોહન ઘોષે મને આ કામમાં ખૂબ મદદ કરી. તેમણે મને શ્રી. સત્યેન્દ્રનાથ ટાગોર જોડે મુલાકાત કરાવી દીધી, અને શ્રી. ટાગેરે મુદત થેડી હતી છતાં નેશનલ કોલેજના વિષયપત્રકમાં પાલિભાષા પણ દાખલ કરાવી દીધી. મને પગાર ફક્ત બહુ થોડો એટલે દર મહિને માત્ર * 30 રૂપિયા આપવાનું ઠરાવ્યું. પણ પગાર ગમે તેટલો નજીવો હાય તથાપિ કામ કરી બતાવવાની તક મળી એટલી વાતથી જ મને બહુ આનંદ થયો, અને ૧૯૦૬ના ઓગસ્ટ મહિનાની ૧૫મી તારીખથી એટલે નેશનલ કોલેજ ઊઘડી ત્યારથી હું ત્યાં પાલિના અધ્યાપકનું કામ કરવા લાગ્યો. પરંતુ હરિનાથ દેને આ બિલકુલ રુચ્યું નહિ. તેમને પૂછળ્યા વગર કે તેમની જાણ વગર હું આ નવી સંસ્થામાં ભળે એ તેમને ગમ્યું નહિ હોય ! તેમણે કહ્યું, “નેશનલ P.P. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust