________________ 250 આપવીતી જોતાં અહીં રહેવાને જ મને એક રીતે કંટાળો આવ્યો. જ્યારે હું હરિનાથ નો કાગળ લઈને અહીંના રેસિડન્ટ મિ. હાઈટને મળવા ગયા ત્યારે તેમણે કહ્યું હતું કે, “અહીંની પરિસ્થિતિને તમને જલદી જ કંટાળો આવશે. અહીંના બૌદ્ધધર્મમાં સિલોનના બૌદ્ધધર્મના જેવું ઊજળું કશું જ નથી, બલ્ક અહીંના લોકોને બૌદ્ધ કહી શકાય કે કેમ એ જ સવાલ છે.’ મને પણ જલદી જ આને અનુભવ થયો. સિકીમના મઠમાં ગાય. મારીને તેનું માંસ ભિક્ષુઓને આપવાની પ્રથા હતી તે થોડા જ વખત પર બંધ કરવામાં આવી હતી. પણ ભુંડ વગેરે પશુઓને મારી તેના ઉપર નિર્વાહ ચલાવવામાં અહીંના લામાઓને બિલકુલ સંકેચ થતું નથી. ઉપરાંત, અહીંના લોકેની રહેણી એવી તે ગંદી છે કે તેમના હાથનું રાંધેલું ખાવું મને ગમતું નહિ. સિકોમના રાજાએ બાંધેલા એક બૌદ્ધ મઠમાં ખાસ તિબેટથી એક લામા આવીને રહ્યો હતો. આ લામા જબરે વિદ્વાન હતો એવી તેની ખ્યાતિ હતી. તેને હિંદુસ્તાની ભાષા પણ બેલતાં આવડતી. તેના શિષ્યને તે સરસ આવડતી. એક દિવસ તેના શિષ્ય ગુરુની વતી મને જમવાનું નોતરું દીધું. મેં તેને કહ્યું, “માછલાં કે માંસ કશું મને નહિ ખપે. તમે નાહક આગ્રહ ન કરે.' તેણે કહ્યું, “એ પાંતીની મુદ્દલ ચિંતા , ન કરશે, અમે બધી ગોઠવણ કરીશું.” અંતે મેં તેનું આમંત્રણ સ્વીકાર્યું અને બપોરે તેમના મઠમાં જમવા ગયે. આસને માંડી પેલા લામાગુરુ આગળ અને મારા આગળ એમ બે - મોટા થાળ મૂકવામાં આવ્યા. બાજુએ બબ્બે ચિનાઈ માટીનાં ચલાણમાં કંઈક પીરસેલું હતું. તે જોતાં જ મને માંસ જેવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust