________________ 235 વળી બ્રાદેશ જગ્યાથી ખૂબ કંટાળ્યો. અને સહેજ સુવાણ થતાં જ મેં શરીરને ઉપાડી માંડલે શહેરમાં લઈ જઈ નાંખ્યું. માંડલેમાં હું ઊી ત્રિલોક સ્થવિરના આશ્રમમાં રહેતાતેમને શુદ્ધ પાલિ ભાષા બોલતાં આવડતું. અને સદ્ભાગ્યે તેમના ઉચ્ચાર અને મારા ઉચ્ચાર સરખા હતા! વ્રતનિયમાદિ પાળવાની બાબતમાં પતે ખૂબ પંકાતા. કેઈ ભિક્ષુ સવારે મોડો ઊઠતો તો તેને કહેતાઃ “આ માંડલે શહેરમાં નાની નાની છોકરીઓ પરેટિયામાં ઊઠી તમારે સારુ રાંધી રહી છે, અને તમે તે અન્ન ઉપર જીવનારા નિરાંતે ઘોરો છો એની શરમ નથી આવતી?” મોડા ઊઠનાર ભિક્ષુઓ માટે તેમણે સજા ઠરાવી હતી. તે એ કે, તેણે આશ્રમનાં ઝાડને પાણી પાવું અને બુદ્ધભૂતિ પાસે અમુક ઘડા પાણીના ભરીને રાખવા. એક દિવસ સવારે ત્રિલોકાચાર્યને પોતાને મેં આ કામ કરતા જોયા. મેં આશ્ચર્યથી પૂછયું : “ગુરુજી, આજ આપ આ સજાનું કામ કરે છે એ શું?' તેમણે કહ્યું, “આજ હું મોડે ઊડ્યો.” મેં કહ્યું, “પણ આ નિયમ તો આપે શિષ્યોને પાળવા સારુ કર્યો છે; તે આપને પોતાને શી રીતે લાગુ પડે ?" આચાર્ય કહે, “આયુષ્મન ! આપણે જે કાયદા કરીએ તે કંઈ તોડવા સારુ નથી કરતા. જ્યાં સુધી સારા કાયદાઓને માન આપીને આપણે ચાલીએ ત્યાં સુધી જ આપણી ઉન્નતિ. થાય છે. કાયદે આપણા બધાના કરતાં ઉચ્ચ સ્થાને છે, એમ માનીને આપણે બધાએ અંતઃકરણપૂર્વક તેને અનુસરવું જોઈએ. બીજે એક દિવસે મેં ત્રિલોકાચાર્યને માંડલે શહેરમાં કાદવવાળા રસ્તામાં ભિક્ષાને સારુ ફરતા જોયા. સાઠ વર્ષની ઉમરે પહોંચેલા આ વૃદ્ધ સ્થવિરને વરસતે વરસાદે ગારાકીચડમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust