________________ વળી બ્રહ્માદેશ 231 આના ઉદાહરણ તરીકે એક વાત અહીં રજૂ કર્યું. જે ગુફામાં અમે રહેતા તેને બારણું નહોતું અને હોત તો પણ તે બંધ કરીને સૂવાનું બને એમ નહતું. કારણ કે હવા આવવાને સારુ દરવાજા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. આ ગુફાના બે ભાગ હતા. એક અંદર અને બીજો આગળને. બંને એટલા તે સાંકડા કે અંદર બે ખાટલાથી વધુ કશું રહી શકે એમ નહોતું. બહારનો ભાગ જરા પહોળે હતો. ત્યાં એક ખાટલો નાખી હું સૂતો અને અંદરના ભાગમાં બીજા એક ખાટલા ઉપર જ્ઞાનત્રિલોક સૂતો. તે અંદર એટલા સારુ સૂતો કે વાઘ વગેરે હિંસક પ્રાણીઓની તેને બીક લાગતી. એક દિવસ રાતે સૂતા પહેલાં મારાથી મશ્કરીમાં સહેજે કહેવાઈ ગયું : “ધારો કે આ ગુફાનું માં નીચે તૂટી પડે અને આપણે અહીં દબાઈ જઈએ તો આપણી શી દશા થાય! બે ત્રણ દિવસે આપણને ખોદીને બહાર કાઢે. પણ તેટલો વખત આ અંધારી ઓરડીમાં ગોંધાઈ ગૂંગળાઈ ભરવું પડે! તારા ભાગને તો મારા કરતાંયે વળી વધુ જોખમ છે. કેમકે તું ગુફાના પેટમાં ઊડે પેઠે છે!' મારી આ વાતની જ્ઞાનત્રિલોકના ભ્રમિત ચિત્ત ઉપર બહુ વિચિત્ર અસર થઈ! તેણે એની એ અંદરની એારડીમાં સૂવાની સાફ ના પાડી ! અને મને કહે, “જો તમે તમારી જગ્યા મને આપશો તે જ હું અહીં રહીશ, નહિ તો મારે આ ગુફા છોડી જવી રહી. આ ગુફાની અંદરના ભાગમાં તે હું કદી રહેનાર નથી.” મેં મારી આગલી જગ્યા તેને આપી અને બંનેએ પોતાના ખાટલા બદલી નાંખ્યા. આમ જ્ઞાનત્રિલોકનું . ચિત્ત ધ્યાનમાં ન ચાટવાથી તે સગાઈ છેડી રંગુન ગયા. પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust