________________ બોદ્ધોની યાત્રા 223 ઘરમાં તપાસ કરી આવું છું, તમે અહીં રસ્તા પર જ * ઊભા રહે.” એની સલાહ માન્યા વગર બીજો રસ્તો ન હતો. સામે જ એક ખેડૂતનું ઘર હતું. ત્યાં જઈને તેણે બેઠેલા લોકેને કહ્યું કે, હું સહરતબાબુનો મહેમાન હતો અને તેમણે જ અહીં મોકલ્યા છે તથા પોતાને મારી બરદાસને સારુ સાથે મેકલ્યો છે. સેહરબાબુની પુષ્કળ જમીનદારી નેપાળની તરાઈમાં હોવાથી સોહરતબાબુને આ લોકે સારી પેઠે માનતા. આથી તેનું નામ સાંભળતાં જ તેમણે મને બોલાવીને મારો ખૂબ આદરસત્કાર કર્યો. મેં કહ્યું: “ગૃહસ્થ, થડા વખત પહેલાં તો તમે મારી સાથે બોલવા પણ નહોતા માગતા અને હવે એના એ જ તમે મારે આટલો બધો સત્કાર કરે છે.” તેમનામાંને એક જણ બોલ્યા, “મહારાજ, તમારે આ વિચિત્ર વેશ જોઈને અમે ગભરાયા. આવા માણસને અમે આશ્રય આપીએ તે નેપાળી સરકાર અમને હેરાન કરે એવી અમને બીક લાગી ! તમારા અંગ્રેજી રાજ જેવું અમારે ત્યાં નથી. અહીં તો નજીવી બાબતમાંયે અમારે બીને ચાલવું જોઈએ! શેને સારુ અમે દંડાઈએ અને શેને સારુ નહિ, એનું કંઈ જ ઠેકાણું નહિ. પણ જ્યારે અમે સેહરબાબુનું નામ સાંભળ્યું ત્યારે અમારી બીક જતી રહી. નેપાળી સરકારમાં સેહરબાબુનું વજન જમ્બર, તેથી તેમની તરફથી આવેલ માણસને આશ્રય આપવામાં અમારે લગીરે બીવાપણું ન હોય, એવી અમને પાકી ખાતરી થવાથી અમે આપને સત્કાર કરવા તૈયાર થયા.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust