________________ 220 આપવીતી બહાર આવ્યા અને મને કહ્યું: “હું પરવાર્યો. હવે મને આપની હકીકત કહે.” મારો ઉદ્દેશ ટૂંકમાં જણાવ્યું. તેણે કહ્યું : બ્રહ્મદેશથી કેટલાક જાત્રાળુઓ અગાઉ અહીં આવ્યા હતા. અહીંથી બુદ્ધજન્મસ્થાન ઘણું દૂર છે એમ મેં સાંભળ્યું છે. એ જાત્રાળુઓની વાત તે જુદી હતી કારણ કે તેમની પાસે પૈસા હોવાથી ગાડાં ભાડે કરી તેઓ ગયેલા, પણ તમારાથી પગે ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ છે. છતાં બીજી એક સગવડ થાય એમ છે, અને તેથી જ મેં તમને થંભવા કહ્યું. અહીંથી સેહતગંજ સુધી નવી રેલવે લાઈન નીકળી છે. ઉતારુગાડીઓ હજુ ચાલુ નથી થઈ; ફક્ત માલગાડી વચ્ચે વચ્ચે આવે જાય છે. અહીં એક કાયસ્થ જાતિનો રેલવે સ્ટોરકીપર છે, તેને આજકાલ કોઈ ગાડી જવાની છે કે નહિ તેની ખબર હશે. જે ગાડી મળે એમ હોય તો તમે સેહરતગંજ સુધી માલગાડીમાં જાઓ. ત્યાં સોહરતસિંગ કરીને એક ક્ષત્રિય જમીનદાર છે તે સરસ માણસ છે અને મુસાફરોને ખૂબ મદદ કરે છે. મારું નામ લેશે એટલે તે તમને નેપાળની તરાઈ સુધી મુસાફરીની બધી સગવડ કરી આપશે.' સ્ટેશનમાસ્તરની આ સલાહ મને ગમી. તેણે પેલા સ્ટોરકીપરને બોલાવી મારી ગોઠવણ થઈ શકશે કે કેમ એ વિષે તપાસ કરી. સ્ટોરકીપર બહુ જ ભલો માણસ હતો. તેણે મને ઠેઠ સેહરતગંજ સુધી આરામપૂર્વક પહોંચાડવાનું માથે લીધું એટલું જ નહિ, પણ તે દિવસની મારી જમવાની * હિમાલયને તળેટીનો પ્રદેશ, જે બ્રિટિશ સરકાર તરફથી નેપાળને મળ્યો છે, તેને તરાઈ કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust