________________ 204 આપવીતી પૂજા સારુ પુષ્કળ રત્નજડિત સામગ્રી બ્રહ્મદેશથી મોકલી. મંદિરની જમીન ઉપર અહીંના મહંતને કબજે હતો. પણ બરમી ભિક્ષુઓ અને તેની વચ્ચે કેઈ દિવસ અણબનાવ નહોતે. અંગ્રેજ સરકારે ૧૮૮૬ના જાન્યુઆરીમાં થિ રાજાને પદભ્રષ્ટ કરી બ્રહ્મદેશને હિંદ સાથે જોડી દીધું. તે વખતે બુદ્ધગયાના ભિક્ષુઓ નિરાશ્રિત થવાથી દેશ ગયા અને મિમિન રાજા તરફથી આવેલ ઝવેરાત મહંતના કબજામાં આવ્યું તે હજુ સુધી તેની પાસે જ છે. ત્યારથી મહંતને આ વેરાન મંદિરની કિંમત જણાઈ આવી, અને તે ઉપર પોતાની માલિકી વધારે ને વધારે મજબૂત કરવા તેણે શરૂઆત કરી. . ૧૮૯૧માં કર્નલ. આલકોટની સાથે ધર્મપાલ સિલોનથી બૌદ્ધક્ષેત્રની યાત્રા કરવા આવ્યા. ગયાના મંદિરની દુર્દશા જોઈને તેમનું મન ઉદ્વેગ પામ્યું. બૌદ્ધ મંદિરની સંભાળ લેનારું હવે ત્યાં કેઈન રહ્યું હોવાથી રોગાનમાં જંગલ થવા માંડયું હતું અને આ જગ્યા ગામના લોકોને શૌચવિધિ કરવાનું સ્થાન થઈ પડી હતી ! ગામનાં છોકરાં દિવસ બધા મંદિરમાં ઘૂસી બુદ્ધની મૂર્તિના ચોતરા ઉપર રમતાં અને પથરા ફેકી ત્યાંની શેભાને નાશ કરતાં. મહંતે નામને એક ચોકીદાર રાખે હતો, પણ તે મંદિરનું રક્ષણ કરવા તરફ લગીરે ધ્યાન ન આપતો. તે તો બૌદ્ધ જાત્રાળુઓ તરફથી બુદ્ધની મૂર્તિ આગળ ધરવામાં આવતી વસ્તુઓ તરફ જ વિશેષ ધ્યાન રાખતો ! આવી દુર્દશા જોઈને ધર્મપાલનું ચિત્ત બૌદ્ધોના આ પવિત્ર સ્થળ તરફ વળ્યું. અને સ્વદેશ પાછા જઈ આ મંદિરના પુનરુદ્ધાર સારુ તેણે એક સભા સ્થાપી. તેનું જ નામ મહાબોધિ સભા'. . . P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust