________________ બૌદ્ધક્ષેત્રોની યાધિ. 12, પિન-3200 રચનામાં ફેરફાર કરાવવાની સાથે જ પોતાની ઉન્નતિ થવાની, એવી તેમની દૃઢ માન્યતા છે. પણ આપણે ત્યાં તેં અંત્યજે વગેરેમાં પોતે જે સ્થિતિમાં જન્મ્યા તે તેમને યોગ્ય લાગે છે, એટલું જ નહિ પણ કોઈ સુધારાનો હિમાયતી તેમની વચ્ચે જઈ ચડે તો તે અધર્માચરણ કરે છે એવી ગાંડી સમજણ ઘર કરી બેઠી છે ! કેળવણીને પ્રચાર કર્યા વગર હજારો વર્ષથી મૂળ ઘાલી બેઠેલા આ સંસ્કાર પર હુમલો કરવા મથવું નિરર્થક છે. ફરજિયાત કેળવણી જેવું કંઈ ને કંઈ હિન્દુ સ્તાનમાં શરૂ થયા વગર આ પછાત વર્ગોની ઉન્નતિની આશા રાખવી ફોગટ છે. - પેલા ઝાડ નીચે એક બે અઠવાડિયાં ગાળી હું કૅન્ટામેન્ટમાં જે બંગલામાં ધર્મપાલ રહેતા હતા ત્યાં રહેવા ગયો. ત્યાં પણ હું બે અઠવાડિયાં રહ્યો. અને જૂન મહિનાની શરૂઆતમાં ધર્મપાલના કહેવાથી બુદ્ધગયા ગયો. ત્યાંવાળા સુમંગલ ભિક્ષ બીજે ક્યાંક ગયા હતા. ધર્મપાલને તેની ખાનગી વર્તન વિષે શંકા પેદા થવાથી તેને ત્યાંથી ખસેડી એક સિંહલી ઉપાસકને ત્યાંની વ્યવસ્થા સોંપી હતી. તેણે મારી ઠીક બરદાસ રાખી. ધર્મપાલ દર મહિને ખર્ચને પૈસા તે ઉપાસકને જ મોકલતા અને તે જ બધો હિસાબ રાખતો. મારે કંશી ફિકર કરવી ન પડતી. જમીને ત્રણેક વાગ્યે હું નિરંજરા નદીની રેતમાં એકાદ ઝાડ નીચે બેસતો અને બૌદ્ધ ગ્રંથમાં કહેલ ધ્યાનભાવનાદિક પ્રકાર કરતો. અહીં આ સ્થાન વિષે કેટલીક માહિતી આપવી અયોગ્ય નહિ ગણાય. બુદ્ધ ભગવાને બોધિસત્વ અવસ્થામાં બુદ્ધગયાની પડેશમાં છ વરસ સુધી ઘેર તપ કર્યું. માત્ર મગનો કે કળથીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust