________________ 196 2 : આ૫વીતી : અનેક હાડકાં ભેગાં કરી આણી તે ઉપર મેં કેટલાક દિવસ સુધી ધ્યાન કર્યું! .. આ પહેલાં મને વેરાન જંગલમાં ફરવાની ટેવ નહતી એમ નહિ. અમારું સાંખવળ ગામ હજી વેરાન જંગલ જ છે. હજુ આજે પણ ત્યાં સૂર્યાસ્ત પછી વાઘની બરાડ વર્ષમાં ઘણી વાર સાંભળવા મળે છે. અને ત્યાં રાતમધરાત અનેક વેળા હું ફર્યો છું. મસાણ આગળ થઈને એકલા જવા આવવામાં મને મુદ્દલ બીક ન લાગતી. પણ તે વખતે મનની વૃત્તિ જુદી હતી. સાપ, વાઘ, ભૂત, પિશાચ કે ચોર આવે તે પણ તેની સામે થવા હાથમાં દડૂકો અને ધારિયું રહેતાં. વાઘ ઉપર હુમલો કરવાની પણ મારામાં હરહમેશ ધમક રહેતી. અહીંની વાત જુદી જ હતી. અહીં શિયાળ વગેરે બાહ્ય શત્રુઓને પ્રતિકાર માત્ર વૈરાગ્ય અને શાંતિથી કરવાનો હતો. આથી રાતે વરુ આવ્યું લાગે કે તેને ભગાડવા હું દોડતો નહિ. મારા શરીરથી જે આ પ્રાણી તૃપ્ત થતું હોય તો ભલે તે તૃપ્ત થાઓ, એ સંકલ્પ કરી હું ચૂપ રહે. મતલબ કે કુશિનારાની આસપાસ મને જે એક જાતને ધાર્મિક અનુભવ લેવા મળે તે અપૂર્વ હતો એમ કહેવું જોઈએ. ૧૯૦૦ના એપ્રિલમાં ધર્મપાલ જાપાન, અમેરિકા વગેરે દેશ ફરી કલકત્તા આવ્યા, અને ત્યાંથી કાશી આવ્યા. ત્યાં તેમણે એક ઔદ્યોગિક શાળા સ્થાપવા પ્રયત્ન કર્યો. મને તેમના એક બે કાગળ આવ્યા એટલે કાશી જઈ તેમને મળવું એમ મેં નક્કી કર્યું. એપ્રિલની આખરે હું કાશી ગયે, અને ત્યાં બૌદ્ધ ધર્મશાળાની નજીકના એક વડ નીચે મેં એક બે અઠવાડિયાં ગાળ્યાં. ધર્મપાલ મને મળવા શહેરમાંથી આવ્યા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust