________________ 190 આપવીતી નામના કોઈ એક વેરાગી તે વખતે દેવાસમાં રહેતા હતા તેમને આ બધા મંડળે ગુરુ કર્યા હતા. તેમને માટે જરૂર મળવું એવો સહુને ભારે આગ્રહ થયો. આથી ઉજનથી દેવાસ સુધી ચોવીસ માઈલ હું ચાલતો ગયો. પણ આ ગ્રેજ્યુએટ મંડળે મને કહ્યો હતો તેવો ભારે ધર્મસાક્ષાત્કાર આ બાવામાં મને દેખાય નહિ! - એક નાની શી ટેકરી ઉપર બાવાજીની ગુફા હતી. અને ગુફાના મોં આગળ એક ધૂણી ધખતી હતી. બાવાજીને નમસ્કાર બમસ્કાર કર્યા વગર જ હું તેમની પાસે જઈને બેઠો ! બાવાજીને તેમ જ તેના શિષ્યમંડળને આ ગમ્યું ને હોવું જોઈએ ! મેં બાવાજીને થોડા પ્રશ્નો પૂછળ્યા પણ બાવાજીએ તેના આડાઅવળા જવાબ આપી ઉડાડી દીધા. બાવાજી તે વખતે ભાંગના નિશામાં ચકચૂર હોય એમ લાગ્યું ! તે દિવસે તે મારી સાથે હું ભાતું બાંધી લાવ્યો હતો અને બાર વાગ્યા પહેલાં રસ્તામાં જ ખાઈ લીધું હતું તેથી રાત્રે જમવું નહોતું. લગભગ સાત વાગ્યે શીલનાથના શિષ્યવૃંદ ધૂણુની પૂજા કરી શંખ ફૂક્યા. આ પૂજા વખતે આરતી વગેરે બધું શીલનાથ બાવાજીના નામનું થતું ! શીલનાથ જ જાણે પૂરણપુરુષોત્તમ, એવી જ તેમના શિષ્યમંડળની દૃઢ માન્યતા હોય એમ લાગ્યું! ગમે તેમ હોય પણ મને આ બધું કઈ રુચ્યું નહિ. બીજે દિવસે શ્રી. ગંગાધર શાસ્ત્રી જોડે મારી ભેટ થઈ એ દેવાસની અંગ્રેજી નિશાળના હેડમાસ્તર હતા, અને વિદ્યાવ્યાસંગી હતા. તેમની મારી ઓળખાણ કયાં અને કેવી રીતે થઈ એ ચેકસ યાદ નથી આવતું; પણ તેમણે મને P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust