________________ બદ્ધક્ષેત્રની યાત્રા 187 શ્રી. પાળે ગામમાં રહેવા જાય તે પછી આ વગડામાં મારાથી ન જ રહેવાત. કારણ રોજ ભિક્ષાને સારુ ચાર પાંચ માઈલ ચાલતા જવું અને ચાર પાંચ માઈલ આવવું પડત. તેથી નાગપુર છોડી મુંબઈ થઈ બનારસ અને ત્યાંથી કુશિનારા જવું એવો મેં વિચાર કર્યો. શ્રી. પાચેને મેં મારો વિચાર જણાવ્યો. તેમનું કહેવું એમ હતું કે, મારે નાગપુરથી સીધા બનારસ જવું. પણ મેં કહ્યું, “આ વખત મારે મુંબઈની બાજુ એક વાર જેવી છે. હું પૂનામાં હતો પણ મુંબઈ જોયું નથી. અહીંથી ઉમરાવતી પાસે જ છે તે પણ જેવા ઈચ્છા છે.” પાણેએ વિશેષ હા ના ન કરતાં ઉમરાવતીના વકીલ શ્રી. ગોવિંદ નારાયણ કાણે ઉપર મને ભલામણપત્ર લખી આપ્યો અને બીજે દિવસે સ્ટેશન પર આવી ઉમરાવતીની ટિકિટ કઢાવી આપી. - ઉમરાવતી હું મધરાતે પહોંચ્યો. એવે વખતે શ્રી. કાણેને ઘેર જઈ બારણાં ઉઘડાવવાં ઠીક નહિ, એમ ધારી સ્ટેશને જ ત્રીજા વર્ગની વેઈટિંગ રૂમમાં ફરશ પર સૂઈ રહ્યો. આથી - બીજે દિવસે મને મરડે થઈ તબિયત એકાએક બગડી. સવારે કાણે વકીલના ઘરને પત્તો મેળવ્યો. તેમણે મારે ઘણે સારે સત્કાર કર્યો. એટલું જ નહિ, પણ શ્રી. દાદાસાહેબ ખાપડે વગેરે ગૃહસ્થો જોડે તેમણે મારી ઓળખાણ કરાવી. ત્યાં બૌદ્ધધર્મ વિષે એક વ્યાખ્યાન મારે આપવું, એમ સૌને આગ્રહ થવાથી મેં બુદ્ધના મધ્યમ માર્ગ વિષે ત્યાંના : થિયેસેફિકલ લોજમાં વ્યાખ્યાન આપ્યું. શ્રી. ખાપ પ્રમુખ હતા. તેમણે બૌદ્ધધર્મ ઉપર અનુકૂળ વિવેચન કર્યું અને એકંદરે મારું વ્યાખ્યાન બધાને ગમ્યું હોય એમ જણાયું. પણ મરાઠીમાં બોલવાને મને આ પહેલો જ પ્રસંગ હતો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust