________________ આપવીતી પાસે ન રાખવું એવો મારો સંકલ્પ હતો તે જણાવી અને મને જમાડ્યા માટે તેમને ઉપકાર માની મેં આંદુલ સ્ટેશનને રસ્તો પકડયો. આંદુલના સ્ટેશનમાસ્તર તેમ જ તેમના મદદનીશ બંને ખ્રિસ્તી હતા. પણ તેઓ મારી સાથે ખૂબ ઉદારતાથી વર્યા. તે દિવસે સવારે આસિસ્ટેટ સ્ટેશનમાસ્તર સાથે મારે વાત . થઈ હતી, ત્યારે મેં તેને પૂછેલું કે, “કઈ ગાડીના ગાર્ડન ડબામાં બેસી મારાથી મિદનાપુર જઈ શકાય ખરું?” તેણે કહ્યું, “તમે પેસેન્જર ટ્રેનમાં જશે તો મિદનાપૂરને સ્ટેશને તમને કઈ નહિ પૂછે. સાધુસંન્યાસી છે એમ જાણી જવા દેશે. ઉપરાંત મારા કોઈ ઓળખીતા ગાર્ડને તમારે માટે કહી મૂકીશ.' પણ આમ ટિકિટ વગર મુસાફરી કરવી એ મને યોગ્ય ન લાગ્યું. મેં તેને કહ્યું, “ગાર્ડ મને જે તેના ડબ્બામાં બેસાડીને લઈ જાય તે જ હું જાઉં, વગર ટિકિટ પેસેન્જર ટ્રેનમાં તે હું ન જાઉં.' અંતે તેણે સ્ટેશનમાસ્તરને વાત કરી. તેણે પણ મારી તરફ સારી પેઠે સહાનુભૂતિ બતાવી. પણ પેસેન્જર ટ્રેનના ગાર્ડ પોતાના ખાનામાં નહિ લઈ જાય એમ કહ્યું. તે જ દિવસે બપોરે એક માલગાડી આંદુલ સ્ટેશનથી મિદનાપુર જનાર હતી. તેના ગાર્ડની સાથે સ્ટેશનમાસ્તરને સારી ઓળખાણ હતી. માલગાડીમાં જવા હું તૈયાર છું એમ જોઈ ગાર્ડ મને મિદનાપુર સુધી ખુશીથી લઈ જશે એમ તેણે મને કહ્યું. મને પણ આ વાત ગમી. અને હું તે ગાડીમાં મિદનાપુર આવ્યો. તે ગાડીને ગાર્ડ પણ ખ્રિસ્તી જ જણાય. તે મારી સાથે અત્યંત સ્નેહભાવથી વર્યો. પિતાની બેઠક તેણે મને આપી અને પંડે બધે રસ્તો ઊભો રહ્યો. છેતેણે મને કહ્યું છે તે ગાડીને ગઈ . પોતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust