________________ | ગામ મદ્રાસ અને બ્રહ્મદેશ જમીન ન મળી. છેવટે જ્યાં બુદ્ધભગવાન પરિનિર્વાણ પામ્યા (આ સ્થાન ગોરખપુર જિલ્લામાં કયા નામે તાલુકાના ગામ નજીક છે.) તે સ્થાને એક ખેતર ખરીદી ત્યાં ધર્મશાળા બાંધવાની શરૂઆત કરી. પણ મહાવીરને મળેલા પૈસા ધર્મશાળા માટે પૂરતા નહોતા. એટલામાં સદ્ભાગ્યે કલકત્તાના બેજારી નામના એક બરમાં વેપારીએ આ પરમાર્થના કામમાં મન પરેવ્યું અને પોતાના પદરના બાર તેર હજાર રૂપિયા ખરચી આ ધર્મશાળા પૂરી કરાવી આપી. ત્યારથી મહાવીર ભિક્ષુએ ત્યાં જ રહેવા માંડ્યું. યોગસૂત્રો હું કાશીમાં હતા ત્યારે જ ભર્યો હતો. બૌદ્ધ વાલ્મયમાં એવું યોગશાસ્ત્રને લગતું કેઈ પુસ્તક છે કે નહિ એ જાણવા મને તીવ્ર ઈચ્છા હતી. વિદ્યોદય વિદ્યાલયના પ્રિયત્ન ભિક્ષુએ વિશુદિમાગની એક પ્રત આપી અને કહ્યું હતું કે આમાંગશાસ્ત્રનું સરસ વિવેચન છે. પણ તે વખતે પાલિ ભાષા સાથે મારો ઝાઝો પરિચય ન હોવાથી એ ગ્રંથ હું મુદ્દલ સમજી શક્યો નહિ. આ પછી ચાર મહિને આ ગ્રંથની બારમી ભાષામાં છાપેલી એક પ્રત મારા હાથમાં આવી. મેં આ ગ્રંથ માત્ર બરમી લિપિ શીખવાના ઉદ્દેશથી વાંચ્યું. પણ તે મને એટલે તો ગમી ગયો કે તેના શરૂઆતના કેટલાક ભાગ હું બે વાર વાંચી ગયો. અને તેમાંના ધ્યાનભાવનાદિ પ્રકાર જાતે કરી જોવા એવી મને તીવ્ર ઈચ્છા થઈ. પણ તેમાં લખ્યા મુજબનું અનુકૂળ નિવાસસ્થાન સિલોનમાં મળવું મુશ્કેલ હતું. સિલેનમાં અનેક રમણીય વિહારો છે. સૃષ્ટિસૌંદર્યની અનુપમ શેભા જોવી હોય તો તે સિલોનમાં જ; પણ આવા રમ્ય વિહારોમાં હું રહેવા ગયો હોત તો ત્યાં હિંદીઓને અનુકૂળ ખોરાક મળત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust