________________ વિદ્યોદય વિદ્યાલય 163 રાંધેલો ભાત, * તે મને બિલકુલ પચતે નહિ. આ ખોરાકથી મારે સંધિવા ખૂબ વધી પડ્યો અને ફરી વેળા અન્ન ઉપરથી રુચિ ઊઠી ગઈ. હું તદ્દન કંટાળી ગયો. આ દિવસોમાં વાચન એ જ મારે એકમાત્ર આરામ હતો. વિહારમાં વ્યાયામની કશીયે સગવડ નહતી તેને લીધે પણ મારી તબિયતને ધકકો લાગ્યો. આવી સ્થિતિમાં જ મેં અંગ્રેજી શીખવાની શરૂઆત કરી. મુંબઈથી “સેલ્ફ ટીચર' નામનું પુસ્તક મંગાવી તેમાંથી કેટલાક અંગ્રેજી શબદો મેઢે કર્યા. પછી આગળ અભ્યાસ વધારવાના ઉદ્દેશથી સૂર્યગોડ સુમંગલ નામના ભિક્ષુના શ્રીવર્ધનારામમાં રહેવા ગયો. સૂર્યગડ ભિક્ષુ મને અંગ્રેજી શીખવતા અને પોતે મારી પાસેથી સંસ્કૃત શીખતા. પણ આ ક્રમ એક અઠવાડિયાથી વધુ ન ચાલ્યો. તેમને વ્યવસાય બહુ, તેથી મને શીખવવાની ફુરસદ તેમને નહોતી. બીજા એક અંગ્રેજી જાણનાર વિદ્યાર્થીની મદદથી ઘેડા દિવસ અભ્યાસ ચલાવ્યો. પણ તે સુધ્ધાં બીજા એક અઠવાડિયાથી વધુ આગળ ન ચાલ્યો. હું બે કે ત્રણ મહિના શ્રીવર્ધનારામમાં રહ્યો. ત્યાંથી દરિયો નજીક જ છે. એટલે થોડા દિવસ દરિયામાં નાહવાનું કરી જોયું. પણ તેથી તો તબિયત ઊલટી વધુ બગડી. પાસે જ એક દેશી વૈદું જાણનાર ભિક્ષુ રહેતા. તેમણે અરિષ્ટ કે આસવ જેવું કંઈક તૈયાર કરી આપ્યું. પણ તેથીયે ભારે રોગ વધ્યો છે. છેવટે સિલોન છોડી કલકત્તે ચાલ્યા જવું એવો મેં નિશ્ચય કર્યો. * સિલેનમાં લેકે ડાંગર રાંધીને સૂકવી નાંખે છે અને તેનાં છોડાં કાઢી નાંખી જે ચેખા ની કળે તે રાંધીને ખાય છે. . . ભાટ કટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust