________________ આપવીતી વધારવાની પેરવીમાં જ ગૂંથાયા. તેમના તરફથી કોઈ પણ ખ્રિસ્તી પંથને ઉત્તેજન ન મળ્યું; તથાપિ કોલંબે જેવા સ્થળમાં રેમન કેથલિકનું થાણું કાયમ રહ્યું. ઈ.સ. ૧૭૯૫ના વર્ષમાં વલંદા અને અંગ્રેજો વચ્ચે યુરોપમાં અણબનાવ થયા. એને પરિણામે અંગ્રેજોએ સિલોનમાંના વલંદાઓના મુલક ઉપર ચઢાઈ કરી. તે બધો મુલક ઈ. સ. ૧૭૯૬માં કબજે કર્યો. પાછળથી કાંડીના શ્રીવિક્રમરાજસિંહ અને અંગ્રેજો વચ્ચે કડવાશ થઈ ૧૮૦૩ની સાલમાં અંગ્રેજોએ કાંડી ઉપર ચઢાઈ કરી. પણ ડુંગરાળ મુલકમાંથી પસાર થવું પડયાથી તેમના લશ્કરની ભારે ખુવારી થઈ અને ચઢાઈમાં જીત ન થઈ. સને ૧૮૧૫માં વિક્રમરાજસિંહને તેના એક પ્રધાન જોડે કજિયો થયો. વિક્રમરાજે તેને કાંઈ કામસર બીજે મેકલી તેનાં બાયડી છોકરાંને મારી નાખ્યાં. વિક્રમરાજસિંહ છેલ્લા બાજીરાવ જેવો જ મૂખ અને નિર્દય હતો. તોપણ ગાદી ઉપર બેસાડેલ તેથી પ્રજાએ તેનાં અનેક દુષ્કર્મો સહન કર્યા. પણ તેના આ છેલ્લા કૃત્યથી તેના બધા સામંતે ખૂબ ગુસ્સે થયા. તેમણે એકત્ર થઈને પેલા પ્રધાન મારફત અંગ્રેજોની જેડે છૂપી સંધિ કરી. સને ૧૮૧૫ની સાલમાં અંગ્રેજોને કાંડીમાં નોતરી પોતાના નિદર્ય રાજાને પકડીને તેમને હવાલે કર્યો. અંગ્રેજોએ વિક્રમરાજસિંહને મદ્રાસ ઇલાકામાં કયાંક મેકલી દીધો અને તેને તમામ મુલક ખાલસા કર્યો. આમ વગર મહેનતે આખા સિલેન બેટની રાજ્યસત્તા અંગ્રેજોને મળી ગઈ અને બે હજાર વર્ષથી ચાલી આવતી સિલોનની સિંહલ રાજ્યપરંપરા નાશ પામી. દુઃખમાં સુખ એટલું જ કે, ઈ. સ. ૧૮૧૫ની સાલના માર્ચ મહિનાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust