________________ 12 વિદ્યોદય વિદ્યાલય ઈ. સ. ૧૫૦પમાં જ્યારે પિોર્ટુગીઝ સરદાર ક્રાન્સિસ્ક , ધી આમેડ સિલોનને કિનારે ઊતર્યો, ત્યારે તે બેટની રાજસત્તા સાત જુદાં જુદાં રાજ્યોમાં વહેચાયેલી હતી. સને ૧૫૧૭માં ગેવાના ગવર્નર જનરલે કોટ્ટાના રાજાની પરવાનગીથી કલબમાં એક કિલ્લો બાં. ત્યારથી પોર્ટુગીઝ લેએ ધીરે ધીરે પગપેસારો કરી પચીસ ત્રીસ વર્ષમાં સમુદ્રકિનારાના પ્રદેશ પિતાના તાબામાં કરી લીધું. પોર્ટુગીઝે મુસલમાનોની પેઠે ધર્મઘેલા હતા એ તો સહુ કોઈ જાણે છે. તેમણે પોતાની રાજ્યસત્તા કાયમ કરવાની પેરવીમાં ન પડતાં નરમાશથી તેમ જ જોરજુલમથી બન્ને માર્ગે પિતાના તાબાના મુલકમાં રોમન કેથલિક ધર્મનો પ્રચાર કરવાનો સપાટો ચલાવ્યો. સિલોનમાં તેમની હકુમત નીચેના પ્રદેશમાં તેમણે એવો કાયદો કર્યો હતો ક, જેનાં લગ્ન કેથલિક ધર્મવિધિ પ્રમાણે ન થયાં હોય તેની સંતતિને કાયદેસર વારસ તરીકે સ્વીકારવામાં નહિ આવે. સિલોનના બૌદ્ધ કેમાં જાતિભેદની માન્યતા હિન્દુઓના જેટલી દઢ ન હોવાથી આ કાયદાનું પરિણામ એવું આવ્યું કે, પિતાની કરાં વારસાના હકમાંથી બાતલ ન થાય એટલા સારુ લાકે રોમન કેથલિક પાદરી મારફત પિતાની લગ્નવિધિ કરાવતા અને પિતાનાં લગ્ન ખ્રિસ્તી દેવળના રજિસ્ટરમાં નોંધાવતા. આમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust